Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગુજરાત પોલીસના એવોર્ડ ફ્રેમવર્કનો ઐતિહાસિક વિસ્તાર કરાયો

Wed, July 29 2026

રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા ‘DGP કમેન્ડેશન ડિસ્ક’ની સંખ્યા વધારીને ૧૪૮ કરાઈ

ગુજરાત પોલીસ દળની સતત વિસ્તરતી ભૂમિકા અને કર્મચારીઓના અથાક સમર્પણને યોગ્ય બિરદાંજલિ આપવાના એક મોટા પગલા રૂપે, રાજ્યના પોલીસ વડા  જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા વાર્ષિક રિવોર્ડ સિસ્ટમમાં વ્યાપક સુધારા અને વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં પોલીસ દળની વધતી સંખ્યા અને નવા ઉભરતા પડકારોને ધ્યાનમાં રાખીને વાર્ષિક ‘DGP કમેન્ડેશન ડિસ્ક’ની સંખ્યા વર્તમાન ૧૧૦ થી વધારીને ૧૪૮ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

ઉત્કૃષ્ટ અને અસાધારણ સેવાઓને સન્માનિત કરવા માટે સૌપ્રથમ વર્ષ ૨૦૨૦ માં DGP કમેન્ડેશન ડિસ્કની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૬ના સમયગાળા દરમિયાન ગુજરાત પોલીસમાં ૩૦,૦૦૦ થી વધુ નવા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની ભરતી કરવામાં આવી છે. છેલ્લા છ વર્ષમાં નવી રેન્જ અને નવા જિલ્લાઓની રચના સાથે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ અને એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ જેવા વિશિષ્ટ તથા હાઇ-ટેક યુનિટ્સ પણ અસ્તિત્વમાં આવ્યા છે, તેમજ પોલીસ કમિશનરેટોના અધિકારક્ષેત્રમાં વધારો થયો છે.

ગુજરાત પોલીસ આ તમામ ઉભરતા પડકારોને અત્યંત સક્ષમતા અને સાતત્યપૂર્ણ રીતે સંભાળી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં રાત-દિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મહેનતુ પોલીસ કર્મચારીઓનું મનોબળ વધે અને તેમની સેવાઓની યોગ્ય કદર થાય તે હેતુથી રાજ્યના પોલીસ વડા  જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા આ રિવોર્ડ સિસ્ટમનો વ્યાપ વધારવાની જરૂરિયાત મુકવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતી ઘરોના ફેવરીટ ‘જ્હોનસન એન્ડ જ્હોનસન’ નું ભયાનક સત્ય

સુધારેલી રિવોર્ડ સિસ્ટમના મુખ્ય આકર્ષણો:

એવોર્ડની સંખ્યામાં વધારો અને સર્વસમાવેશક માપદંડ: એવોર્ડ પ્રણાલીને વધુ વ્યાપક બનાવવા માટે પાત્રતાના માપદંડો હળવા અને વિસ્તૃત કરાયા છે. હવેથી માત્ર ગુના નિવારણ જ નહીં, પરંતુ વહીવટી ફરજો, ટ્રાફિક વ્યવસ્થાપન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં ઉત્કૃષ્ટતા તેમજ ચૂંટણી દરમિયાન દર્શાવેલી ઉત્કૃષ્ટ કામગીરીને પણ સક્રિયપણે ધ્યાનમાં લેવાશે. ઉપરાંત, એવોર્ડ માટેની ન્યૂનતમ સેવાનો માપદંડ ૭ વર્ષથી ઘટાડીને ૫ વર્ષ કરવામાં આવ્યો છે.

પોલીસ દળના તમામ યુનિટ્સનું પ્રતિનિધિત્વ: કમેન્ડેશન ડિસ્કના વ્યાપમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), માઉન્ટેડ અને ડોગ યુનિટ્સ, આર્મરર તેમજ બેન્ડ સ્ટાફના જવાનોનો પણ સ્પષ્ટપણે સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી દરેક શાખાના યોગદાનને ન્યાય મળે.

સિવિલિયન સ્ટાફ માટે ‘DGP કમેન્ડેશન રોલ’ની નવી શરૂઆત: પોલીસ વિભાગના રોજિંદા વહીવટને સુચારૂ રૂપે ચલાવવામાં સિવિલિયન સ્ટાફના અદ્રશ્ય પરંતુ મહત્વપૂર્ણ યોગદાનને સ્વીકારીને રાજ્યના પોલીસ વડા  જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા ‘DGP કમેન્ડેશન રોલ’ની નવી પ્રણાલી શરૂ કરાઈ છે. આ વર્ષથી જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ, એકાઉન્ટન્ટ્સ અને સ્ટેનોગ્રાફર્સ સહિતના ઉત્કૃષ્ટ સિવિલિયન કર્મચારીઓને વાર્ષિક ૧૦ કમેન્ડેશન રોલ એનાયત કરવામાં આવશે.

સન્માન માટેનો ઐતિહાસિક દિવસ

DGP કમેન્ડેશન ડિસ્ક અને નવી શરૂ કરાયેલ DGP કમેન્ડેશન રોલનું વિતરણ દર વર્ષે ૧૫ ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. આ તારીખ ગુજરાત પોલીસ માટે અત્યંત ગોરવાન્વિત અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે, કારણ કે આ એ જ શુભ દિવસ છે જ્યારે ગુજરાત પોલીસને પ્રતિષ્ઠિત ‘પ્રેસિડેન્ટ કલર્સ’ (President’s Colours) થી સન્માનિત કરવામાં આવી હતી.

આ યુગલક્ષી અને સકારાત્મક ફેરફારો સાથે, રાજ્યના પોલીસ વડા  જ્ઞાનેન્દ્રસિંહ મલિકે એ વાતની દૃઢ અને સ્પષ્ટ પ્રતિબદ્ધતા પુનઃઉચ્ચારી છે કે ગુજરાત પોલીસના કોઈપણ કર્મચારી, અધિકારી કે સિવિલિયન સ્ટાફના સભ્યના અસાધારણ યોગદાનને ક્યારેય અણદેખ્યું કરવામાં નહીં આવે અને દરેક ઉત્કૃષ્ટ કામગીરીને યોગ્ય મંચ પર બિરદાવીને સન્માનિત કરવામાં આવશે.

Tags:

AwardFrameworkCivicEngagementCommunitySafetyCommunitySupportGujaratGovernmentGujaratNewsGujaratPoliceHistoricExpansionInnovationInPolicingLawEnforcementPoliceAwardsPoliceExcellencePoliceRecognitionPublicServiceSafetyFirst

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝનમાં 70% એટલે કે 59.26 લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન

Next

ગુજરાતી ઘરોના ફેવરીટ ‘જ્હોનસન એન્ડ જ્હોનસન’ નું ભયાનક સત્ય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદ સહિત 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
10 મિનિટutes પહેલા
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું
24 મિનિટutes પહેલા
આફત સામે શાસન દ્વારા સલામતી એટલે 247 કાર્યરત ‘સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર
47 મિનિટutes પહેલા
નર્મદાના સાગબારામાં 4.65 ઈંચ વરસાદ, મધ્ય ગુજરાતમાં ધોધમાર
54 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3368 Posts

Related Posts

રણજી ટ્રોફીનો સૌથી મોટો લક્ષ્યાંક હાંસલ કરી રેલવેએ રચ્યો ઈતિહાસ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
અદાલતે ઇડીને શા માટે કર્યો દંડ ? કયા કેસમાં કરી કાર્યવાહી ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હીટવેવને લીધે દેશમાં 54 નાગરિકોના મોત : એકલા બિહારમાં જ 32 લોકો મોતને ભેટ્યા :
નેશનલ
2 વર્ષ પહેલા
રામવન પાસે પાણીની ખાણમાં ઝંપલાવી યુવકનો આપઘાત
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર