Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?

Wed, April 2 2025

બોલિવૂડનો સિતારો અને લાખો ફિલ્મી દર્શકોના દિલમાં રાજ કરતો હીરો સલમાન ખાન રાજકોટ પોલીસ મથકમાં હાજર થયો હતો. આ શબ્દો વાંચીને દર્શકોને થશે કે સલમાન રાજકોટના પોલીસ સ્ટેશનમાં કેમ આવ્યો ? કોઈ અપરાધ? કે કોઈની મદદ? હા, પોલીસ સમક્ષ હાજર થયો હતો અને મુક્તિ પણ મળી હતી. અચંબો ન પામતા વાસ્તવિક્તા નહીં પરંતુ આ બધા સીન છે સિકંદર મૂવિના, ભાઈજાન સલમાનનો વધુ એક મૂવીમાં સૌરાષ્ટ્રપ્રેમ ઉભરતો દેખાયો છે.

રાજકોટના મહારાજા, સંજય રાજકોટ અને રાજકોટ રાજાસાબ ત્રણ-ત્રણ નામચારી સલમાન અને મૂવી સિકંદરથી દેશ-વિદેશના રૂપેરી પરદે રાજકોટ છવાઈ ગયું છે. જો કે રાજકોટ નામ સાંભળીને મૂવી જોવા જનારા રાજકોટવાસીઓ, મોરબીના વતનીઓ કે રાજકોટ સાથે કોઈને કોઈ રીતે લગાવ ધરાવતા અસંખ્ય ગુજરાતી દર્શકોના મનમાં પ્રશ્ન હશે કે રાજકોટ નામ કેમ પસંદ કરાયું ? રાજકોટ નામ છે પણ રાજકોટના એક પણ સ્પોટનો સીન નથી તો રાજકોટ નામ પાછળનો લગાવ શું હશે ? આ પ્રશ્ન દર્શકોના દિમાગમાં ઘૂમરાતા ચોક્કસપણે હશે .

ફિલ્મ ‘સિકંદર’માં ગુજરાતી શું શું ?

સલમાનને સિકંદર મૂવીમાં રાજકોટને કનેકટ કરી ત્રણ-ત્રણ નામ અપાયા છે, સાથે મોરબીનું રૂપેરી પરદે નામ દર્શાવાયું હતું. આ ઉપરાંત રાજકોટ દૂરંતો રાજકોટ ટ્રેન, જી.જે.૧૪, જી.જે.૧, જી.જે.૧૮ની સિરીઝની કાર્સ, રેલવે ફાટક પર રોકો ગુજરાતી બોર્ડ, તમે લોકો અહીંથી નીકળશો, ઠીક છે, એ ગાંડો થઈ ગયો છે, એ બહું જ થઈ ગયું આવી જા કાકા, આવી જા, એક, બે-ત્રણ ફોડી દે, હું પણ આવું છું, કેમ છો સાહેબ મજામાં ને… મારે તમારી શીખ જોતી હતી. એક ગાંડો માણસ છે મને સતાવે છે. આવા ગુજરાતી શબ્દો મૂવીમાં ક્યારેક ક્યારેક સલમાન અને સાથી કલાકારોએ ઉચ્ચાર્યા હતા.



સિકંદર ફિલ્મની સ્ટોરી અને રાજકોટનું કનેક્શન

મૂવીમાં હીરો સલમાન અને અન્ય સાથી કલાકાર પણ ગુજરાતી શબ્દો ઉચ્ચારતા સંભળાય છે. ક્યાંક ક્યાંક ગુજરાત પાર્સિંગ, સિરીઝના વાહનો પણ જોવા મળશે માટે ગુજરાતીઓએ, રાજકોટવાસીઓએ રાજકોટ શબ્દ, ક્યારેક ક્યારેક સલમાનના મોંથી નીકળતા ગુજરાતી ભાષા, શબ્દો, અંગદાન પ્રત્યેની જાગૃતિથી અન્યોને મળતું જીવતદાન કે પત્ની પ્રત્યેનો પ્રેમ, પશ્ચાતાપ જેવો સમન્વય નિહાળવો હોય કે પસંદ હોય તો સમય મળ્યે સિકંદર મૂવી એકાદ વખત નિહાળવા જેવું ખરું ? સિકંદર મૂવીની કહાની પર કે તેની આછેરી ઝલક જોઈએ તો સલમાનને ગુજરાત પ્રાંતના રાજકોટનો મહારાજા, રિયાસત બતાવાયો છે અને દયાળુ, અન્યોની મદદ માટે કંઈ પણ કરી છૂટે તેવો રોલ છે. રાજકોટના રાજા બતાવાયેલા સલમાનની એન્ટ્રી જ એકમહિલાને મિનિસ્ટરના લફંગા પુત્રના પંજામાંથી બચાવતા ઢીસૂમ-ઢીસૂમ, ફ્લાઈટમાં ફાઈટથી થાય છે.



મિનિસ્ટરના નાલાયક પુત્રની પીટાઈ થતાં ગિન્નાઈ ઉઠેલા મિનિસ્ટરે પોતાના અંગત પોલીસ અધિકારી પ્રકાશને આદેશ છોડયા કે રાજકોટ મહારાજા, સંજય રાજકોટ, રાજાસાબને કોઈપણ રીતે ફિટ કરી દયો

મંત્રીના પુત્રને માર મારનાર સલમાનને પકડવા મંત્રીના અંગત અને એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ અધિકારી સ્ટાફ સાથે રાજકોટ રાજાસાબના મહેલ (ખરા નહીં ફિલ્મમાં ઉભા કરેલા સેટ) પર પહોંચે છે. રાજકોટ મહારાજા તો પોલીસ આવે તે પહેલાં જ સામેથી રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાય (પહોંચી જાય) છે. સલમાન (રાજા) તેના બોડીગાર્ડ્ઝ, કાફલા સાથે જાય છે તે જગ્યાને મૂવીમાં રાજકોટ પોલીસ સ્ટેશન (ગુજરાતી તથા અંગ્રેજીથી લખાયેલા બોર્ડ) દર્શાવાય છે. સલમાનને પકડવા મહેલ પર ગયેલા પોલીસ અધિકારી માંડ રાજકોટ પોલીસ સ્ટેશને પહોંચે અને સલમાનને બાઈજ્જત મુક્ત કરવો પડે છે.



બસ, મૂવીમાં આટલો જ રોલ છે રાજકોટનો કે રાજકોટ શબ્દનો, રાજકોટના મહારાજા, સંજય રાજકોટ, રાજકોટ રાજાસાબ (ત્રણેય નામ હીરો સલમાનના) અને રાજકોટ પોલીસ સ્ટેશન મૂવીમાં બ્લાસ્ટના એક કેસમાં સલમાન તેના મેનેજરને ફસાવવા હુમલા કરવાના પોલીસ તથા મિનિસ્ટરના ગુંડાઓનો પ્રયાસ હોય છે. એ સમયે સલમાન પાંચ દિવસ રાજકોટ છોડી અન્યત્ર મોરબી રહેવા ચાલ્યો જાય છે. આમ, મોરબીને પણ શબ્દના રૂપમાં મૂવીમાં ચમકાવવામાં આવ્યું છે. સલમાન સાથે મિનિસ્ટરના ગુંડાઓની ફાઈટમાં સલમાનની પત્ની મહારાણી જયસ્વીનું ગોળી વાગતા મોત થાય છે અને ત્યાંથી કહાનીમાં આવે છે સેકન્ડ ટ્વીસ્ટ કે ટર્ન પ્રેમ તથા પસ્તાવો, મોત પૂર્વો જ ઓર્ગન ડોનેટ કરવાનું નક્કી કરનાર મહારાણી જયસ્વીના ફેંફસા, હૃદય અને આંખો ડોનેટ થાય છે મુંબઈના ત્રણ વ્યક્તિને. પત્નીને ભરપૂર પ્રેમકરનાર રાજાસાબ (સલમાન) પત્નીને હૈયાતીમાં સમય આપી શકતો ન હતો. જેનો પત્નીના મોત બાદ સલમાનને ભારોભાર પસ્તાવો થાય છે. પત્ની હૈયાત નથી પણ તેને ડોનેટ કરેલા ઓર્ગન જેઓને ટ્રાન્સપ્લાન્ટ થયા છે એ ઓર્ગન પણ પત્નીની જ નિશાની છે. એ ત્રણ વ્યક્તિઓને મળવા તેના માટે કાંઈપણ કરી છૂટવા સલમાન રાજકોટની રિયાસ્ત, સુખ સાહ્યબી છોડીને
મુંબઈ પહોંચે.

પત્નીના ફેંફસા ધારાવીમાં રહેતા કમરૂદ્દીન (મૂવીના નામ)ને ડોનેટ થયા હોય, આંખો એક પરિણીતાને તેમજ હાર્ટ એક યુવતીને ટ્રાન્સપ્લાન્ટ થયું હોય છે. ત્રણેની કેર માટે સલમાન જાનની બાજી લગાવતા ખચકાતો નથી. બાળકની જીદ સાથે ધારાવીમાં ફેંફસાના 6000થી વધુ દર્દીઓની સારવાર કરાવે છે. હાર્ટ જેને અપાયું તે યુવતી નેહાને તેનો પ્રેમી પરત અપાવે છે. પત્નીની આંખોએ દુનિયા દેખતી મહિલાને બહેન માની તેને તથા તેના પરિવારને વ્યવસાયિક આર્થિક અને અન્ય મદદો પુરી પાડે છે.

મુંબઈમાં રાજકોટના મહારાજા સલમાન ગયો ત્યારે તેને મંત્રીના લફંગા પુત્રનો ભેટો થઈ જાય છે. મંત્રીના ઈશારે સલમાનને મારવા લફંગો પુત્ર ગેંગને લઈને છૂટે છે અને સલમાન પર બ્લાસ્ટ કરવા જતા પોતે જ કાર બ્લાસ્ટમાં મૃત્યુ પામે છે. ધૃતરાષ્ટ્ર પ્રેમમાં પાગલ મંત્રીને થાય છે કે પોતાના પુત્રને સલમાને જ મારી નાખ્યો. મંત્રી પુત્રના મોતનો બદલો લેવા સલમાન તેની પત્નીના ઓર્ગન ડોનેટ થયા તે ત્રણ વ્યક્તિને જ પતાવી દેવાનો પ્લાન બનાવે છે. સલમાન અને તેના બોડીગાર્ડ્સ અંગત સચિવ સામે સત્તાના જોરે મુંબઈ પોલીસ સ્ટેશનમાં સલમાનના મેનેજરના સ્ટેટમેન્ટના આધારે ગુનો દાખલ કરાવે છે. આ બધા સીન, શોર્ટ બાદ અંતે રાજકોટ મહારાજા, સંજય રાજકોટ, રાજાસાબ મંત્રીનું ફાઈટ ટૂ ફિનિશ કરે છે. મુંબઈમાં પણ સલમાન રાજકોટની જેમ છવાઈ જાય છે. મુંબઈમાં પણ રાજકોટના રાજાને (સલમાન)ને એરેસ્ટ કરવો પોલીસને મુશ્કેલ પડે છે. પ્રજાનો પ્રેમ અને રોષ પારખીને પોલીસ અધિકારીએ જાતે જ સલમાનને મુક્તિ આપવી પડે છે. સાથે મૂવીનો ધ એન્ડ થતાં પ્રેક્ષકોને પણ મુક્તિ મળે છે.

Share Article

Other Articles

Previous

સરકારી નોકરી માટે ઉમેદવારે ફોજદારી કેસની માહિતી જાહેર કરવી ફરજિયાત

Next

માંદગીની વાનગી !! રાજકોટમાં સંભાર- મંચુરિયન- પનીરનો 61 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો, મનપા ફૂડ વિભાગની કાર્યવાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 દિવસ પહેલા
ગુજરાત
હવે સર્જાશે યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિક ટેરર…! રાજકોટના હજારો વાહનચાલકોએ કરવી પડશે લાંબી ‘પ્રદક્ષિણા’
1 મહિના પહેલા
ટૉપ ન્યૂઝ
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ભયભીત, વડાપ્રધાન મોદીએ 2014 બાદ દરેક હુમલાનો જવાબ દીધો, ગાંધીનગરમાં ગૃહ મંત્રી અમિત શાહનું સંબોધન
6 કલાક પહેલા
તેલંગાણા-છત્તીસગઢ સરહદ પર 20 નક્સલીઓની ધરપકડ, શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત
6 કલાક પહેલા
મુંબઈમાં અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા
6 કલાક પહેલા
Rudraksha Benefits : રુદ્રાક્ષનું પાણી પીવાથી થાય છે અનેક લાભ : પવિત્ર રુદ્રાક્ષ મટાડે છે અનેક રોગ, જાણો ફાયદા
6 કલાક પહેલા
Categories

નેશનલ

2106 Posts

Related Posts

જેલમાં કેજરીવાલના પાડોશી કોણ છે ? વાંચો
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
આગ્રામાં અતુલ સુભાષ જેવી આત્મહત્યાનો કિસ્સો !! પત્નીથી નારાજ TCS મેનેજરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, રડતા રડતા વીડિયો બનાવ્યો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
વેપારીની 15 વર્ષની પુત્રીને પોર્ન વિડીયો બતાવી દુષ્કર્મ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
તંત્રવાહકો ડૂબી મરો…કાલાવડ રોડ-કોટેચા ચોકની ફૂટપાથ હાઈજેક’ !
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર