ચાંદીની ચમક ઓલ ટાઈમ હાઈ! રૂ.1,06,000ની નવી ટોચે : સોનું પણ સર્વોચ્ચ સપાટી નજીક
સોનું અને ચાંદી એક સાથે ચાલી રહ્યા હોય બંને ધાતુએ 1 લાખની સપાટી વટાવી ચુકી છે.જો કે ચાંદી ઓલ ટાઈમ હાઈએ પહોંચીને ગઈકાલે એક કિલોએ 1,06,000 એ પહોંચી છે તો સોનાનો ભાવમાં પણ તેજી આવી છે અને 10 ગ્રામ સોનુ 1,00,775 ભાવ થતાં રાજકોટ સહિત રાજ્યભરની સોનીબજારમાં મંદીનું મોજું આવે તેવી ભીતિ ઝવેરીઓને છે

સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,00,775 રૂપિયા થયો છે, જેમાં 3% GSTનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની માંગમાં વધારો, ડોલરના મૂલ્યમાં ઘટાડો, ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ અને આર્થિક અનિશ્ચિતતાના ભયને કારણે સોનાના ભાવમાં આ રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો છે. પણ નથી પાછળસોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી છે. ગુજરાતમાં 1 કિલો ચાંદીનો ભાવ 1,06,000 રૂપિયા નોંધાયો છે, જે ગઈકાલના 99,900 રૂપિયાની તુલનામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.

આ વર્ષે સોનાનો ભાવ 1,30,000ની સપાટી સુધી પહોંચી શકે છે
આ વર્ષે સોનાનો ભાવ 1,30,000ની સપાટીએ પહોંચી શકે તેવી ધારણા છે.નિષ્ણાતોનું માનવું છે કે સોનાના ભાવમાં આગામી વર્ષોમાં વધુ વધારો થઈ શકે છે. એક આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટમેન્ટ કંપનીના અહેવાલ મુજબ, 2030 સુધીમાં 1 ગ્રામ સોનાનો ભાવ 23,000 રૂપિયાને પાર કરી શકે છે, એટલે કે 10 ગ્રામનો ભાવ 2.3 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો : PM મોદીએ ત્રિરંગો બતાવી વિશ્વના સૌથી ઊંચા ચિનાબ બ્રિજનું કર્યું ઉદ્ઘાટન : પેરિસના એફિલ ટાવર કરતા ઉંચાઇ વધારે
ચાંદી ફરી ચમકયું: 6 મહિનામાં 15,000નો વધારો
ચાંદીમાં ભાવ ફરી ઉંચકાયો છે,6 મહિનામાં કિલોએ 15,000ના વધારા સાથે 17 ટકાથી વધુ રિટર્ન મળ્યું છે.એટલે આ વર્ષે સોનુ અને ચાંદીએ રોકાણકારોની આશા પર ખરું ઉતર્યું છે.ઇન્ડસ્ટ્રીયલ માંગ પણ રહેતા ચાંદીની ડિમાન્ડ લાંબાગાળા સુધી રહેશે.