આ વર્ષે 2 દિવસ ભીમ અગિયારસ: સાડા પાંચ મહિના લગ્નપ્રસંગને બ્રેક, 8 જૂને લગ્નનું છેલ્લું મુહૂર્ત
આજે શિવપંથીની તથા શનિવારે વૈષ્ણવ પંથીની ભીમ અગિયારસ સાથે આજે શુક્રવારે મા ગાયત્રી જયંતી છે.8 જૂનના રવિવારના દિવસે લગ્નનું છેલ્લું મુહૂર્ત છે.
પંચાંગ પ્રમાણે તથા જ્યોતિષના નિયમ પ્રમાણે આ વર્ષે ભીમ અગિયારસ શિવપંથીની ભીમ અગિયારસ શુક્રવારે છે ,જ્યારે વૈષ્ણવ પંથીની શનિવારે છે.ખાસ કરીને નિયમ પ્રમાણે જોઈએ તો બારસના દિવસે વહેલી સવારે અરુણોદય સમયમાં એકાદશી તિથિ આવતી હોય તો વૈષ્ણવ સંપ્રદાયની એટલે કે પંથની એકાદશી બરસ ના દિવસે ઉજવવામાં આવે છે આમ આ વર્ષે વૈષ્ણવ સંપ્રદાયની એકાદશી શનિવારે છે.

પાંચ પાંડવોમાંથી ભીમસેન ભૂખને કારણે આખા વર્ષની એકાદશીનુ વ્રત કરી શકતા નહીં ત્યારે ભીમસેન મહર્ષિ વેદવ્યાસ પાસે જાય છે અને પૂછે છે કે આખા વર્ષને એકાદશીનું ફળ કઈ રીતના મળે ત્યારે મહર્ષિ કહે છે કે, જેઠ સુદ અગિયારસના દિવસે જલ લીધા વગર આખો દિવસ રાત્રી એકાદશીનું વ્રત કરવુ,આ વ્રત કરવાથી આખા વર્ષની 24 એકાદશી રહ્યાનું ફળ મળે છે આમ ભીમસેન આ વ્રત કરે છે આથી આ એકાદશી નું નામ ભીમ અગિયારસ પડેલ.
આ પણ વાંચો : PM મોદીએ ત્રિરંગો બતાવી વિશ્વના સૌથી ઊંચા ચિનાબ બ્રિજનું કર્યું ઉદ્ઘાટન : પેરિસના એફિલ ટાવર કરતા ઉંચાઇ વધારે
ભીમ અગીયારશનાં દિવસે આખા દિવસ દરમ્યાન ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રની 11 માળા શ્રી કૃષ્ણ ભગવાનની સામે બેસી કરવાથી માનસીક શાંતી મળેછે અને દુ:ખ દુર થાય છે. આ દિવસે મા ગાયત્રી જયંતિ પણ છે આ દિવસે ગાયત્રી મંત્ર ની ઉપાસના કરવાથી જપ કરવાથી જીવનની મુસીબતો દૂર થાય છે.
આ પણ વાંચો : ચાંદીની ચમક ઓલ ટાઈમ હાઈ! રૂ.1,06,000ની નવી ટોચે : સોનું પણ સર્વોચ્ચ સપાટી નજીક
8 જુન રવીવારના દિવસે લગ્ન માટેનું છેલ્લુ મુહૂર્ત છે આ વર્ષે 12 જૂનના દિવસથી ગુરુનો અસ્ત હોતા ત્યારબાદ લગ્નના મુહૂર્તો નથી જ્યારે દેવશયની એકાદશી 6 જુલાઈના દિવસે છે જ્યારે નવા વર્ષમાં દેવ દિવાળી પછી તારીખ 16 નવેમ્બર ના દિવસથી લગ્નના મુહૂર્તોની શરૂઆત થશે જ્યારે નવા વર્ષમાં દેવ દિવાળી પછી તારીખ ૧૬ નવેમ્બર ના દિવસથી લગ્નના મુહૂર્તોની શરૂઆત થશે.