રાજકોટમાં કોરોનાના નવા વેરીએન્ટે લીધો પ્રથમ ભોગ: 55 વર્ષીય વૃદ્ધનું મોત, ગુજરાતમાં 1 હજારથી વધુ કોરોનાના એક્ટિવ કેસ
સમગ્ર દેશમાં ફરી એકવાર કોવિડ દસ્તક આપી રહ્યો છે.ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. આ તરફ અનેક દર્દી સાજા પણ થઈ રહ્યા છે. ત્યારે જો રાજકોટની વાત કરવામાં આવે તો કોરોનાના નવા વેરિયન્ટના કારણે આજે રાજકોટમાં પ્રથમ મોત થયું છે.

રાજકોટમાં કોરોના હવે ડરાવી રહ્યો હોય તેમ કોરોનાના નવા વેરીએન્ટે લીધો પ્રથમ ભોગ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ 55 વર્ષીય વૃદ્ધનું કોરોના સામે જંગ હારી ગયા છે. મૃતક અનેક બીમારીઓથી પીડિત હતા. હાઇપરટેન્શન સહિતની બીમારી તેમને હતી તેમજ ૩ દિવસ પહેલા જ તેમને ડાયાબિટીસ ડિટેક્ટ થયું હતું.

ગુજરાતમાં કોરોનાના 1109 કેસ નોંધાયા

ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1 હજારને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 235 કોરોનાના નવા કેસ નોંધાયા છે. કોરોનાના 33 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમજ એક્ટિવ કેસોની સંખ્યા 1109 પર પોહોંચી છે.

આ પણ વાંચો : શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
2025માં કોરોનાથી કુલ મોત
કેરળ – 15
મહારાષ્ટ્ર – 18
કર્ણાટક – 9
દિલ્હી – 7
તમિલનાડુ – 6
ઉત્તર પ્રદેશ – 2
મધ્ય પ્રદેશ – 2
પંજાબ – 2
પશ્ચિમ બંગાળ – 1
રાજસ્થાન – 1