શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. તેઓ 10 જૂને એટલે આજે એક્સિઓમ-4 મિશન હેઠળ અવકાશ ઉડાન પર રવાના થશે અને લગભગ 28 કલાકની મુસાફરી પછી, 11 જૂને રાત્રે 10 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પહોંચશે. આ ઉડાન પહેલા એક વિડિઓ શેર કરવામાં આવ્યો છે, જેમાં શુભાંશુએ પોતાના અનુભવ વિશે જણાવ્યું છે .41 વર્ષ બાદ આ વિરલ ઘટના આકાર લઈ રહી છે. આ પહેલા રાકેશ શર્મા પ્રથમ ભારતીય હતા જેમણે આ સિધ્ધી મેળવી હતી. હવે વાયુ સેનાના ગ્રુપ કેપ્ટન શુક્લા પાયલટની ભૂમિકામાં આ મિશનમાં જોડાયા છે.
Launch of Axiom-4 mission to International Space Station:
— ISRO (@isro) June 9, 2025
Due to weather conditions, the launch of Axiom-4 mission for sending Indian Gaganyatri to International Space Station is postponed from 10th June 2025 to 11th June 2025.
The targeted time of launch is 5:30 PM IST on 11th…
આ એક્સિઓમ સ્પેસની ચોથી માનવ અવકાશ ઉડાન હશે. તે અમેરિકાના ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી રવાના થશે . આ મિશનમાં ચાર અવકાશયાત્રીઓ સામેલ થશે. શુભાંશુ સાથે આવનારા અવકાશયાત્રીઓમાં પોલેન્ડના સ્લેવોઝ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી, હંગેરીના ટિબોર કાપુ અને અમેરિકન અવકાશયાત્રી પેગી વ્હિટસનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત
શુક્લાની આ ઉડાન શા માટે ખાસ છે?
શુભાંશુ શુક્લા આ સમગ્ર મિશનમાં પાઇલટની ભૂમિકા ભજવશે અને ત્રણ અન્ય આંતરરાષ્ટ્રીય અવકાશયાત્રીઓ સાથે બે અઠવાડિયા સુધી ISS પર રહેશે. અવકાશયાત્રી રાકેશ શર્મા પછી, શુભાંશુ શુક્લા અવકાશમાં જનારા બીજા ભારતીય બનશે. આ જ કારણ છે કે આ ઉડાનને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ઉડાન પહેલા, શુભાંશુનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તેણે કહ્યું હતું કે તે રાકેશ શર્માને પોતાનો આદર્શ માને છે.

શુભાંશુ શુક્લા કોણ છે?
શુભાંશુ શુક્લાનો જન્મ 10 ઓક્ટોબર 1985 ના રોજ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં થયો હતો. શરૂઆતથી જ, તે કંઈક અલગ કરવા માટે મક્કમ હતો. આ જ કારણે તેણે ઉડાન વિજ્ઞાન અને ઉડ્ડયનનો અભ્યાસ કર્યો. તેની કારકિર્દી વિશે વાત કરીએ તો, તે ભારતીય વાયુસેનામાં પાઇલટ તરીકે કામ કરતો હતો. જો કે, તે આવા ઘણા મિશનનો ભાગ રહ્યો છે, જેના કારણે આજે તે આખી દુનિયામાં ઓળખાય છે.

મિશનનો ઉદ્દેશ
- વૈજ્ઞાનિક પ્રયોગો: સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણમાં વિવિધ પ્રયોગો કરવા.
- ટેકનોલોજી પરીક્ષણ: અવકાશમાં નવી ટેકનોલોજીનું પરીક્ષણ અને વિકાસ.
- આંતરરાષ્ટ્રીય સહયોગ: વિવિધ દેશોના અવકાશયાત્રીઓ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવું.
- શૈક્ષણિક પ્રવૃત્તિઓ: અવકાશમાંથી પૃથ્વી પરના લોકોમાં પ્રેરણા અને જાગૃતિ ફેલાવવા.