- યુવકને પૈસાની જરૂરિયાત થતાં તેને ટ્રક બે શખ્સોને વેચ્યો તો બંને શખ્સોએ હપ્તા ન ભરી ટ્રક ત્રીજા કોઈને વેચી મારતા ફરિયાદ
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા અને ડ્રાઇવિંગનું કામકાજ કરતાં યુવકે પોતાના નામે લોન કરાવી ટ્રકની ખરીદી કરી હતી. અને પૈસાની જરૂરિયાત પડતાં તે ટ્રક બે શખ્સોને હપ્તા ભરવાની બોલી પર વેચ્યો હતો.તો આ બંને શખ્સોએ ટ્રકના હપ્તા ન ભરી તે ટ્રક ત્રીજા કોઈને વેચી યુવક સાથે છેતરપિંડી કરતાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.
વિગત મુજબ બનાવ અંગે ગ્રીનલેન્ડ ચોકડી પાસે માલધારી સોસાયટી શેરી નં.2 માં રહેતાં સુરજભાઈ રસીકભાઈ ડાંગર (ઉ.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભરત દેવા કુછડીયા (રહે. મોટા મવા સ્મશાનની બાજુમાં), લખન કાનજી નાઘેરા (રહે. હાલ ભરત સાથે, મૂળ ગુંદરણ, તાલાળા), વસીમ ઉર્ફે બચ્ચો બસીર સમા (રહે. દૂધ સાગર રોડ) નું નામ આપતાં જણાવ્યું હતું કે, તેમને જાન્યુઆરી-2023 માં રૂ.11.50 લાખમાં ટ્રકની ખરીદ કરી હતી.
જેમાં એક લાખ રૂપિયા ડાઉનપેમેન્ટ ભરી અને બાકીના પૈસાની લોન કરાવી હતી. અને તેને પૈસાની જરૂરિયાત પડતાં ટ્રક વેચવાનો નિર્ણય કર્યો હતો. જેથી તેને આ ટ્રક આરોપી ભરત દેવા કુછડીયા અને લખન કાનજી નાઘેરાને વેચ્યો હતો અને આરોપી પોતે લોન ભરી દેશે તેમ કહ્યું હતું. પંરતુ મહિના જતાં ટ્રકના હપ્તા બાઉન્સ થયા હતા,જેથી તેને આ મામલે તપાસ કરતાં જાણવા મલાયું હતું. કે બંને શખ્સોએ આ ટ્રક વસીમ ઉર્ફે બચ્ચો બસીર સમાને વેચી દીધો છે. જેથી તેમની સાથે રૂ.11.17ની છેતરપિંડી કર્યાની જાણ થતાં તેમને બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરતાં પીએસઆઈ કે.ડી.મારૂ અને ટીમે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.જેમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, ભરત અને લખને પોલીસે સકંજામાં લીધા છે.