સપનાને નક્કર વાસ્તવિકતામાં બદલનાર નેવિલ સુબા
પેઇંગ ગેસ્ટ માટે બ્રોકરિંગથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે ડગ માંડનાર યુવા સાહસિક નેવિલ સુબાનું નામ આજે ક્નસ્ટ્રક્શન ક્ષેત્રે આદરથી લેવાય છે
કોઈ કોમર્સ ગ્રેજ્યુએટ હોય અને ઇન્ટર સી.એ. સુધીના અભ્યાસમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હોય તે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને આંકડાઓની માયાજાળમાં જ વ્યસ્ત રહેતી હોય છે પણ આટલું ભણ્યા પછી પણ કાંઇક જુદુ જ કરવાનો નિશ્ચય કરનારા જયારે સફળ થાય છે ત્યારે તે એક આઇકોન બને છે, બીજા માટે દાખલારૂપ બને છે. આપણે આજે અહી રાજકોટમાં રહેતા અને બહુ જ ટૂંકાગાળામાં સપનાઓ સાકાર કરનાર નેવિલ સુબાની વાત કરી રહ્યા છીએ. નેવિલ સુબાનું નામ આજે રીયલ એસ્ટેટ અને ક્નસ્ટ્રકશન બિઝનેસમાં આદર સાથે લેવાય છે. નેવિલ સુબાએ આ મુકામ એમ ને એમ પણ હાંસલ નથી કર્યો, તેની પાછળ એક ચોક્કસ પ્રકારનું વિઝન, મહેનત અને માર્ગદર્શન તેના સાથીદાર બન્યા છે.
યુવા બિલ્ડર નેવિલ સુબાએ રીયલ એસ્ટેટ ક્ષેત્રે પોતાની કારકિર્દીની શરૂઆત ૨૦૦૭થી કરી હતી અને શરૂઆતમાં પેઈંગ ગેસ્ટના રૂમનું બ્રોકરીંગ કર્યું હતું. જે વ્યવસાયમાં આગળ ધપવુ હોય તે વ્યવસાયને પાયાથી ઓળખવો અને પછી ધીરજપૂર્વક આગળ વધવુ એ સિધ્ધાંતને ધ્યાનમાં રાખીને નેવિલ સુબાએ આગળ વધવાનું નક્કી કર્યું. પેઈંગ ગેસ્ટનાં રૂમ્સથી આગળ વધીને તેમણે રીટેઈલ શોપ, શોરૂમ અને મલ્ટીપ્લેકસની એન્કર શોપને લીઝ ઉપર આપવાની શરૂઆત કરી. સાથે પ્રમાણિકતાનું હથિયાર હોય તો કોઈ પણ સિધ્ધી હાંસલ કરી શકાય છે તેવું માનતા નેવિલ સુબાએ આ વ્યવસાયની ઝીણામાં ઝીણી નીતિરીતી જાણી લીધી હતી અને બાદમાં પોતાની કુનેહથી એક પછી એક પ્રોજેક્ટ મેળવ્યા હતા.
નેવિલ સૂબાના સપનાની ઉડાન ઘણી ઉંચી હતી. તેઓ હંમેશા કહેતા હોય છે કે, વ્યક્તિઓએ પોતાના સપનાઓને નક્કર વાસ્તવિકતાઓમાં ફેરવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ..૨૦૧૮માં તેમણે એક મહત્વનું પગલું લીધુ અને અગઅગઝ નામની પ્રતિષ્ટિત ફર્મમાં ભાગીદાર તરીકે જોડાયા. ઘણી વાર ભાગીદારી ફર્મમાં કોઈનું આગમન જ લાભદાયી સાબિત થતું હોય છે અને આ મામલામાં પણ એવું જ થયુ. બે વર્ષમાં જ આ વેન્ચરે ૨૦૦ કરોડ રૂપિયાનું બીઝનેસ વોલ્યુમ હાંસલ કર્યું એટલું જ નહી માર્કેટમાં એક નામના પણ મેળવી. સૌથી મહત્વની વાત એ બની કે આ વેન્ચરને રાજકોટના સર્વોત્તમ કોમર્શીયલ બિલ્ડીંગ તરીકે નામના મળી અને તેના અદ્ભુત આર્કિટેક્ચરલ માટે એવોર્ડ પણ મળ્યા. આ પ્રોજેક્ટ પછી સફળતાની સીડી ચડવી ઘણી સરળ થઇ ગઈ અને નેવિલ સુબાનુ નામ એક વિશ્વાસપાત્ર બિલ્ડર, ડેવલપર તરીકે લેવાવા લાગ્યુ.
એક મુલાકાતમાં નેવિલ સુબા કહે છે કે, મારે અહીથી અટકવુ ન હતુ. મેં ૨૦૨૩માં મારી સફરનો નવો અધ્યાય શરુ કર્યો અને કેશવ બીલ્ડ સ્પેસ અને તેની ઉત્તમ બ્રાંડ ઊઊંઅઅખ સાથે જોડાણ કર્યું. ઊઊંઅઅખ એક બ્રાંડ નેઈમ છે જે હજારો ગ્રાહકોનાં વિશ્વાસ સાથે જોડાયેલુ છે. નેવિલ સુબાએ સૌરાષ્ટ્ર-કચ્છમાં ૨૦૦ મીટરની ઊંચાઈ ધરાવતી ગગનચુંબી ઈમારતોનું સપનુ પૂરું કરવાની શરૂઆત કરી. તેમના પ્રોજેક્ટમાં બીજા કરતા કાંઇક જુદુ, શ્રેષ્ઠ ગુણવત્તા અને ગ્રાહકોની જરૂરિયાતો સંતોષાય છે.
નેવિલ સુબાની આ સકસેસ સ્ટોરી એ માત્ર સિધ્ધીઓની કથા નથી પરંતુ અડગ ઈરાદો, ગ્રાહકો પ્રત્યેનો અભિગમ અને જે આપવું તે શ્રેષ્ઠ આપવુ તેની પ્રતિબધ્ધતાનો પુરાવો છે. તેમણે જે સફળતા હાંસલ કરી છે તે આજના નવા ઉભરતા લોકો અને ઉદ્યોગ સાહસિકોને પ્રેરિત કરે છે.
નેવિલ સુબા કહે કે મારી આ સફળતાની યાત્રામાં મારા પરિવારનો ખુબ જ સહયોગ રહ્યો છે. મારા પિતા મારા માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. આ સિવાય મિત્રોનો સહયોગ અને સૌથી વધુ ગ્રાહકોનો વિશ્વાસ મારી મૂડી છે.