Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

4 દરવાજા ખોલીને પાણી છોડાતા મોરબી સહિત 32 ગામોને સાવધ કરાયા: જીકીયારી કોઝવે બંધ

Sat, August 1 2026

ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. સતત વરસી રહેલા વરસાદ અને ઉપરવાસમાંથી આવી રહેલા પાણીના પ્રવાહને કારણે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમ તેની પૂરી ક્ષમતા એટલે કે ૧૦૦% ભરાઈ ગયો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને હેઠવાસના ૩૨ ગામો તથા મોરબી શહરેને સાવધ રહેવાની સખત સૂચના આપવામાં આવી છે.

મચ્છુ-૨ ડેમ ૧૦૦% ઓવરફ્લો: ૪ દરવાજા ખોલાયા

મોરબીનો જાણીતો મચ્છુ-૨ ડેમ ૧૦૦% ભરાઈ જતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ડેમની જળસપાટીને નિયંત્રિત રાખવા માટે તાકીદના પગલાં લેવામાં આવ્યા છે:

પાણીની આવક: હાલ ડેમમાં ૧૪,૬૩૮ ક્યુસેક પાણીની ભારે આવક થઈ રહી છે.

દરવાજા ખોલ્યા: ડેમનું જળસ્તર જાળવી રાખવા માટે તેના ૪ દરવાજા ૬ ફૂટ ખોલીને મચ્છુ નદીના પટમાં ૧૪,૦૫૮ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો વહીવટી સુધારણા ક્ષેત્રે વધુ એક દૂરગામી નિર્ણય

હેઠવાસના ૩૨ ગામો અને મોરબી શહેર માટે ‘હાઈ એલર્ટ’

નદીના પટમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા જળસ્તરમાં તીવ્ર વધારો થવાની સંભાવના છે. પૂર નિયંત્રણના ભાગરૂપે હેઠવાસમાં આવતા સંવેદનશીલ વિસ્તારો અને ગામો માટે અત્યંત સાવચેતીનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે:

મોરબી તાલુકાના ગામો: જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જૂના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જૂના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી શહેર અને વજેપર.

માળિયા (મીં) તાલુકાના ગામો: વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મીં) અને રાસંગપર.

ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા કોઝવે બંધ અને રાજ્યમાં વરસાદની સ્થિતિ

જીકીયારી કોઝવે બંધ: મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘોડાધ્રોઈ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે જીકીયારી કોઝવે બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે પાણીનું સ્તર ન ઘટે અને રસ્તો સલામત ન થાય ત્યાં સુધી વહેતા પાણીમાં વાહન ન ચલાવવું.

રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ ૬૪.૭૬ ટકા વરસાદ વરસ્યો છે.

દક્ષિણ ગુજરાત: ૯૧.૩૫ ટકા (સુરત: ૯૮.૨૮ ટકા)

પૂર્વ મધ્ય ગુજરાત: ૬૨.૧૬ ટકા

સૌરાષ્ટ્ર: ૪૮.૮૧ ટકા

ઉત્તર ગુજરાત: ૪૬.૭૬ ટકા

કચ્છ: ૨૦.૬૭ ટકા

૧૦૦% થી વધુ વરસાદ વાળા જિલ્લાઓ: નવસારીમાં ૧૧૦.૪૯ ટકા અને વલસાડમાં ૧૦૨.૨૫ ટકા સરેરાશ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

Tags:

CommunitySafetyDisasterManagementEmergencyResponseFloodPreparednessFloodWarningGatesOpenedIndiaFloodsJikiaariCausewayLocalNewsmorbiRuralSafetyVillageAlertWaterManagementWaterReleaseWeatherUpdate

Share Article

Other Articles

Previous

સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓલપાડ અને માંડવી ખાતે SDRFની ટીમો તૈનાત: જિલ્લા કલેક્ટર તેજસ પરમાર

Next

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો વહીવટી સુધારણા ક્ષેત્રે વધુ એક દૂરગામી નિર્ણય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વિશેષ રાખડી કવર અને બોક્સનું અનાવરણ કર્યું
9 કલાક પહેલા
રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે તા. 02 ઓગસ્ટ ને રવિવારના રોજ યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલત્વી રખાયો
9 કલાક પહેલા
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ITP જેવું ગંભીર રક્ત વિકાર ધરાવતી મહિલાનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, લાખો રૂપિયાની સારવાર મળી સંપૂર્ણપણે નિઃશુલ્ક
9 કલાક પહેલા
ધુરંધરનું ફેમસ પાત્ર – જેલમાં સબડતા ઉઝેર બલોચના ની હત્યાનો પ્રયાસ!
9 કલાક પહેલા
Categories

નેશનલ

3379 Posts

Related Posts

કાલાવડ રોડ પર નકલંક-જય સીયારામ-ખેતલા આપાની ચામાં ભેળસેળ ?
રાજકોટ
2 વર્ષ પહેલા
દીલ્હીમાં આપના કાર્યાલય સામે ભાજપના દેખાવો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
તેલંગણામાં મુખ્યમંત્રી પદ માટે ધમાસાણ: બળવા જેવી સ્થિતિ
નેશનલ
3 વર્ષ પહેલા
વડાપ્રધાને કોંગ્રેસ પર શું લગાવ્યો આરોપ ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર