Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો વહીવટી સુધારણા ક્ષેત્રે વધુ એક દૂરગામી નિર્ણય

Sat, August 1 2026

ગુજરાત સરકારે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગતની તાલુકા આયોજન સમિતિ અને ATVT તાલુકા કાર્યવાહક આયોજન સમિતિઓને મર્જ કરીને યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી (UTPC)ની રચના કરી

18 સભ્યો ધરાવતી UTPC તાલુકા કક્ષાએ વિકાસ આયોજન, સંકલન અને અમલીકરણને આપશે નવી દિશા જુદી-જુદી સમિતિઓના કારણે વહીવટી પ્રક્રિયામાં થતો વિલંબ અટકશે, વિકાસ કાર્યો વધુ ઝડપી બનશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વહીવટી સુધારણાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની ચતુર્થ અહેવાલની ભલામણોને અમલમાં મૂકતાં રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ કાર્યરત તાલુકા આયોજન સમિતિ અને આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો (ATVT) તાલુકા કાર્યવાહક આયોજન સમિતિઓના સ્થાને 18 સભ્યોની યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી (Unified Taluka Planning Committee-UTPC)ની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને વધુ સુવ્યવસ્થિત, સંકલિત અને પરિણામલક્ષી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

GARCએ કેમ કરી હતી એકીકૃત સંસ્થાની ભલામણ ?

ઓગસ્ટ-2025માં ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)એ રજૂ કરેલા ચોથા અહેવાલમાં નોંધ્યુ હતું કે વિકેન્દ્રિત આયોજનની વિવિધ યોજનાઓ હેઠળ ઘણી વાર તાલુકા કક્ષાએ અલગ-અલગ સમિતિઓ દ્વારા અલગ-અલગ સમયે કામગીરી માટે સમિતિની બેઠકો બોલાવવામાં આવે છે. જેમ કે તાલુકા આયોજન સમિતિ (તાલુકા સ્તરના વિવેકાધીન ગ્રાન્ટ માટે), ATVT કારોબારી આયોજન સમિતિ (ATVT યોજનાઓ માટે), અને તાલુકા પંચાયત આયોજન સમિતિ (નાણાં પંચ માટે). આ પ્રણાલીના લીધે કામોમાં પુનરાવર્તન થવાની શક્યતા વધી જાય છે, વહીવટી પ્રક્રિયામાં વધારો થાય છે અને સમય અને શક્તિનો બગાડ થાય છે. ઘણાં સભ્યો એક કરતાં વધુ સમિતિઓમાં બેસે છે, તેમજ નિર્ણય માટે સર્વસંમતિ અને પરામર્શની જરૂર હોવાથી કામગીરીમાં બિનજરૂરી રીતે વિલંબ થાય છે. આ પરિસ્થિતિમાં તાલુકા કક્ષાએ એક એકીકૃત સંસ્થા હોવી જરૂરી છે કે જે તમામ વિકેન્દ્રિત આયોજન યોજનાઓ હેઠળના કાર્યો પરસ્પર કરવા માટે નિર્ણય લઈ શકે.

આ પણ વાંચો: કોર્પોરેશન અને નગરપાલિકાઓની ભરતીમાં એક્સ આર્મીમેન માટે અનામત જાહેર

UTPCની રચનાથી સામાન્ય ગ્રામજનોને શું થશે ફાયદા ?

આ ભલામણના આધારે હવે દરેક તાલુકામાં જુદી-જુદી સમિતિઓ ન રહેતા એક જ UTPC કાર્યરત રહેવાથી તાલુકા કક્ષાએ વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન સ્થાપિત કરવાનું કાર્ય સરળ બનશે તથા સામાન્ય ગ્રામજનો સાથે સંકળાયેલી કલ્યાણકારી યોજનાઓ કે નિર્ણયો લેવામાં વહીવટી ગૂંચ નિવારી શકાશે તથા તેમાં ઝડપ આવશે. આ સમિતિ સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યોની પ્રાથમિકતાઓ નક્કી કરશે, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ યોજનાઓનું સંકલિત આયોજન કરશે અને વિકાસ કાર્યોના અમલીકરણની નિયમિત સમીક્ષા પણ કરશે. નવી વ્યવસ્થાના અમલથી તાલુકા કક્ષાએ વહીવટી કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે. UTPC શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, માર્ગ, કૃષિ, સિંચાઈ, ગ્રામ વિકાસ સહિતની જનકલ્યાણકારી યોજનાઓનું સંકલિત આયોજન તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સ્થાનિક જરૂરિયાતોને આધારે આયોજન થવાથી વિકાસ કાર્યોનો લાભ વધુ ઝડપથી અને અસરકારક રીતે નાગરિકો સુધી પહોંચશે.

કોણ-કોણ હશે UTPCમાં ?

હવે દરેક તાલુકામાં જે-તે તાલુકાની UTPC દ્વારા વિકાસ આયોજન કરવામાં આવશે. UTPCનું માળખું લોકશાહી અને સંતુલિત અભિગમને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. કમિટીના અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ રહેશે, જ્યારે વહીવટી સંકલન માટે પ્રાંત અધિકારી (SDM)ને સહ-અધ્યક્ષ અને તાલુકા વિકાસ અધિકારી (TDO)ને સભ્ય સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ કમિટીમાં વિસ્તારના સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ઉપરાંત આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, માર્ગ અને મકાન તેમજ કૃષિ વિભાગના અધિકારીઓને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. જનપ્રતિનિધિઓના સ્થાનિક અનુભવ અને અધિકારીઓની વહીવટી તથા તકનીકી નિપુણતાનો આ અનોખો સમન્વય તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને વધુ અસરકારક બનાવશે. તેના પરિણામે ગ્રામ્ય વિસ્તારની વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ આયોજન થશે અને વિકાસ કાર્યોને વધુ યોગ્ય દિશા તથા નવી ગતિ મળશે.

ગુડ ગવર્નન્સ સાથે ‘વિકસિત ગુજરાત‘ના સંકલ્પને મળશે વેગ

મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલ સતત એવી વહીવટી વ્યવસ્થાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેનાથી શાસન વધુ સરળ, પારદર્શક અને જવાબદાર બને. યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી નિર્ણય પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાની સાથે યોજનાઓના અમલીકરણમાં પારદર્શિતા, દેખરેખ અને જવાબદારીને પણ વધુ મજબૂત બનાવશે. ગુજરાત સુશાસન અને વહીવટી નવીનતાના ક્ષેત્રમાં દેશ માટે એક આગવું મોડેલ બની રહ્યું છે. GARCની ભલામણોના આધારે રચાયેલી યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી વિકાસ આયોજનમાં એકીકૃત અભિગમને પ્રોત્સાહન આપશે અને તાલુકા કક્ષાએ વિકાસ કાર્યોને નવી ગતિ આપતાં ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને વધુ મજબૂતી આપશે.

Tags:

AdministrativeReformsBhupendraPatelChiefMinisterCitizenEngagementGoodGovernanceGovernmentInitiativesGujaratDevelopmentGujaratPoliticsInnovationInGovernmentLeadershipPolicyChangePoliticalLeadershipPublicAdministrationReformAgendaTransparency

Share Article

Other Articles

Previous

4 દરવાજા ખોલીને પાણી છોડાતા મોરબી સહિત 32 ગામોને સાવધ કરાયા: જીકીયારી કોઝવે બંધ

Next

કોર્પોરેશન અને નગરપાલિકાઓની ભરતીમાં એક્સ આર્મીમેન માટે અનામત જાહેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
વડોદરામાં જળપ્રલય: ઢાઢર નદીના પ્રવાહથી વિશ્વામિત્રીમાં ૬ ફૂટનો વધારો નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા તંત્રની અપીલ
2 મિનિટutes પહેલા
વડોદરા-વાઘોડિયા માર્ગ બંધ: પીપળીયા પાસે જળબંબાકાર, વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ: તંત્રની વૈકલ્પિક માર્ગ વાપરવાની અપીલ
19 મિનિટutes પહેલા
1 દિવસમાં 6 મેડલ જીતતા કુલ 23 મેડલ સાથે ભારત 10માં ક્રમે પહોંચ્યું
37 મિનિટutes પહેલા
આગામી ૩ કલાક અતિભારે વરસાદની આગાહી: 13 જિલ્લામાં રેડ એલર્ટ, દુર્ઘટનાઓમાં 4 નાગરિકોના મોત
56 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3372 Posts

Related Posts

હવે યુપીના મુઝફરનગરની મસ્જિદ આવી વિવાદમાં : શત્રુ સંપત્તિ જાહેર, પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન સાથે કનેક્શન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં આજે સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું.. જુઓ વિડિયો..
રાજકોટ
3 વર્ષ પહેલા
લસણનો શું ભાવ છે ?? શાકભાજી લેવા પહોંચ્યા રાહુલ ગાંધી, વીડિયો શેર કરીને સરકાર પર કર્યો કટાક્ષ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટીચર ક્લાસરૂમમાં જોતો હતો પોર્ન વીડિયો : ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ક્લાસરૂમમાં શિક્ષક પોર્ન વીડિયો જોતો હતો, બાળક જોઈ જતા માર માર્યો
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર