દરેક વ્યક્તિએ ભગવદ્ ગીતા વાંચવી જોઇએ: રાધિકા અંબાણી
યુએન મુખ્યાલયમાં રેપિડ ફાયર દરમિયાન અંબાણી પરિવારની વહુ રાધિકાએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા
રાધિકા અંબાણી તાજેતરમાં યુનાઇટેડ નેશન્સના મુખ્યાલય ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અહીં તેમણે મહિલાઓના સશક્તિકરણ, યુવાનો અને પ્રેરણાદાયી વિચારો અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.
રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે દરેક વ્યક્તિએ કઈ પુસ્તક વાંચવી જોઈએ, ત્યારે તેમણે ભગવદ ગીતાનું નામ લીધું હતું. જ્યારે જીવન પર અસર કરનારી ફિલ્મ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આમિર ખાન અભિનીત સુપરહિટ ફિલ્મ લગાનનો ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો: ‘મા-બહેન’ ની એકલતા સામે ‘બંદર’ ની ડાર્ક વાસ્તવિકતા!
રાધિકાએ જણાવ્યું કે તેમણે છેલ્લે ઓટીટી પર લોકપ્રિય સીરિઝ ફ્રેન્ડ્સ જોઈ હતી. યુવાનો વિશે વિચારતાં તેમના મનમાં ભવિષ્ય શબ્દ આવે છે, જ્યારે ભારતનું નામ સાંભળતાં તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાદ આવે છે.
નિષ્ફળતાના ડર અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાધિકાએ યુવાનોને મોટા સપના જોવા અને નિષ્ફળતાથી ન ડરવાની સલાહ આપી હતી. તેમના મતે જીવનમાં સફળતા માટે નાના પરંતુ સતત પ્રયત્નો ખૂબ મહત્વના છે.
