યુકેમાં ભારતીય મૂળના ત્રણ સાંસદોને મહત્વની જવાબદારી
યુકેના વડાપ્રધાન એન્ડી બર્નહેમે તેમનું નવી કેબિનેટમાં ભારતીય મૂળના ત્રણ લેબર સાંસદોને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી છે. કનિષ્ક નારાયણને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે સતવીર કૌરને સમાનતા અને મહિલાઓની સુરક્ષા સંબંધિત વિભાગોની જવાબદારી સોંપાઈ છે. હરપ્રીત ઉપ્પાલને સહાયક વ્હિપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે લેબર સરકારમાં ભારતીય મૂળના નેતાઓનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બન્યું છે.
સરકારના નવા ફ્રન્ટબેન્ચમાં હવે બે હિન્દુ અને બે શીખ મૂળના મંત્રીઓનો સમાવેશ થાય છે. ભારતીય મૂળની લિસા નૅન્ડી સંસ્કૃતિ મંત્રી તરીકે યથાવત્ છે, જ્યારે સીમા મલ્હોત્રા અને પ્રીત કૌર ગિલ કેબિનેટમાંથી બહાર થઈને બેકબેન્ચમાં પરત ફર્યા છે.
આ પણ વાંચો: આજનો યુવા સવાલો કરશે જ, એમને આદેશ ન આપો, ચર્ચા કરો: ડો. મોહન ભાગવતની સલાહ
નવનિયુકતોનો ઊડતો પરિચય
કનિષ્ક નારાયણ?
મૂળ બિહારના મુઝફ્ફરપુરના વતની.
12 વર્ષની ઉંમરે પરિવાર સાથે વેલ્સ સ્થાયી થયા.
ઇટન કોલેજ, ઑક્સફર્ડ અને સ્ટેનફોર્ડમાં અભ્યાસ.
2024માં વેલ ઑફ ગ્લેમોર્ગનથી સાંસદ તરીકે ચૂંટાયા.
હવે યુકેના AI રાજ્યમંત્રી તરીકે નિયુક્ત.
સતવીર કૌર?
સાઉથહેમ્પ્ટન ટેસ્ટથી લેબર સાંસદ.
માતા-પિતા મૂળ પંજાબના, સાઉથહેમ્પ્ટનમાં સાડીની દુકાન ચલાવતા હતા.
સમાનતા મંત્રી ઉપરાંત હોમ ઓફિસમાં પણ જવાબદારી.
મહિલાઓની સુરક્ષા, સમાનતા અને સેફગાર્ડિંગ તેમનો મુખ્ય કાર્યક્ષેત્ર.
હરપ્રીત ઉપ્પાલ?
હડર્સફિલ્ડથી લેબર સાંસદ.
સહાયક વ્હિપ તરીકે નિયુક્ત.
પક્ષના સાંસદોને મહત્વપૂર્ણ મતદાન અને સંસદીય કામગીરીમાં સંકલન કરાવવાની જવાબદારી સંભાળશે.
રાજકારણમાં પ્રવેશ પહેલાં એન્ડી બર્નહેમના મેયર અભિયાન સાથે જોડાયેલા હતા.
