કાલથી વિમેન્સ ટી-૨૦ વર્લ્ડકપ: રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ
૧૨ ટીમ વચ્ચે રમાશે ૩૩ મેચ: ભારતના ગ્રુપમાં આફ્રિકા-ઑસ્ટે્રલિયા જેવી મજબૂત ટીમ
મહિલા ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ પૈકીની એક એવી આઈસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડકપનો આજે શુક્રવારથી પ્રારંભ થશે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સની યજમાનીમાં રમાનારી આ ટૂર્નામેન્ટમાં વિશ્વની ૧૨ ટીમ ભાગ લેશે. ૨૪ દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો પાંચ જૂલાઈએ ઐતિહાસિક લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ટૂર્નામેન્ટની પહેલી મેચ ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે એજબેસ્ટનમાં રમાશે. જ્યારે ભારતીય ટીમ ૧૪ જૂનને રવિવારે પાકિસ્તાન સામે ટક્કર લેશે. ભારત ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન ઉપરાંત ઑસ્ટે્રલિયા અને દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમ સામે ટકરાશે એટલા માટે દરેક ટીમ માટે સેમિફાઈનલનો રસ્તો કપરો બની રહેશે.
ટૂર્નામેન્ટમાં ૧૨ ટીમ વચ્ચે કુલ ૩૩ મેચ રમાશે જેમાં પાંચ ટ્રીપલ હેડર (એક દિવસમાં ત્રણ મુકાબલા) અને પાંચ ડબલ હેડર (એક દિવસમાં બે મુકાબલા) હશે. નેધરલેન્ડ ટીમ પહેલીવાર ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. પહેલી સેમિફાઈનલ મેચ ૩૦ જૂને ધ ઓવલ અને બીજી સેમિફાઈનલ ૨ જૂલાઈએ ધ ઓવલમાં રમાશે. જ્યારે પાંચ જૂલાઈએ ફાઈનલ મેચ રમાશે.
મહિલા ક્રિકેટના ઈતિહાસમાં આ સૌથી પ્રતિસ્પર્ધી ટી-૨૦ વર્લ્ડકપ માનવામાં આવી રહ્યો છે. ભારતની નજર પહેલીવાર ટી-૨૦ વર્લ્ડકપ જીતવા પર રહેશે જ્યારે ઑસ્ટે્રલિયા પોતાની બાદશાહત જાળવી રાખવાના ઈરાદે મેદાને ઉતરશે. ભારત-પાકિસ્તાન મેચથી લઈ લોર્ડસમાં રમાનારા ફાઈનલ સુધી ક્રિકેટરસિકોને લગભગ દરરોજ રોમાંચક મુકાબલા જોવા મળી શકે છે.
આ પણ વાંચો: દરેક વ્યક્તિએ ભગવદ્ ગીતા વાંચવી જોઇએ: રાધિકા અંબાણી
ભારતની ક્યારે કોની સામે ટક્કર:
| તારીખ | હરિફ ટીમ | સ્થળ | સમય |
| ૧૪ જૂન | પાકિસ્તાન | એજબેસ્ટન | સાંજે ૭ |
| ૧૭ જૂન | નેધરલેન્ડ | હેડિંગ્લે | સાંજે ૭ |
| ૨૧ જૂન | આફ્રિકા | ઓલ્ડ ટે્રફર્ડ | સાંજે ૭ |
| ૨૫ જૂન | બાંગ્લાદેશ | ઓલ્ડ ટે્રફર્ડ | સાંજે ૭ |
| ૨૮ જૂન | ઑસ્ટે્રલિયા | લોર્ડસ | સાંજે ૭ |
ટીમ ઈન્ડિયા:
હરમનપ્રિત કૌર (કેપ્ટન)
સ્મૃતિ મંધાના
શેફાલી વર્મા
જેમિમાહ રોડ્રિગ્સ
ભારતી ફુલમાલી
દીપ્તિ શર્મા
અરુંધતી રેડ્ડી
રાધા યાદવ
રિચા ઘોષ
યાસ્તિકા ભાટિયા
રેણુકાસિંઘ ઠાકુર
ક્રાંતિ ગૌડ
શ્રી ચારણી
શ્રેયાંકા પાટિલ
નંદની શર્મા
