એસટી બસના ડ્રાઈવરો કોઈને કોઈ મામલે ચર્ચામાં રહેતા હોય છે, અનેક વાર એસટી બસના ચાલકોની બેદરકારીની ઘટના સામે આવતી હોય છે જેમાં મુસાફરોનો ભોગ લેવાતો હોય છે ત્યારે નડિયાદ એસટી ડેપોના STબસ ડ્રાઇવરની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં ચાલુ બસે ડ્રાઇવર યુવતીને સાથે બેસાડી પ્રેમાલાપ કરી રહ્યો હતો. આ ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પેસેન્જરોના જીવ જોખમમાં મુકીને ડ્રાઇવર કોઈના ખોફ વગર જ યુવતી સાથે પ્રેમાલાપ કરી રહ્યો છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના ખેડાના નડિયાદની છે જ્યાં નડિયાદ એસટી ડેપોના STબસ ડ્રાઇવરની ગંભીર બેદરકારી સામે આવી છે. ચાલુ એસટી બસે ડ્રાઇવર યુવતીને સાથે બેસાડીને પ્રેમાલાપ કરી રહ્યો હોય તેવો વિડીયો સામે આવ્યો છે. ત્યારે આજે સવારે 9 વાગ્યે એક્ષપ્રેસ હાઈવે નડીયાદથી અમદાવાદ જતી GJ 18 Z 8482 નંબરની બસની આ ઘટના છે જ્યાં નડીયાદથી લઈને અમદાવાદ સુધીની સંપૂર્ણ સફર દરમિયાન ડ્રાઇવરે યુવતીને સાથે બેસાડી પ્રેમાલાપ કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે.
સામાન્ય રીતે એસટી બસમાં ડ્રાઇવર સાથે તેની કેબિનમાં અન્ય કોઈ પેસેન્જર ને બેસવા માટેની મંજૂરી નથી હોતી ત્યારે ડ્રાઈવર યુવતીને કેબીનમાં બેસાડીને પ્રેમાલાપ કરી રહ્યો છે ત્યારે આ ડ્રાઈવરને કોઈ પેસેન્જરની ચિંતા જ નથી. ત્યારે કોઈ અકસ્માત થાય કે કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ ? તેવા અનેક સવાલ વિડીયો સામે આવ્યા બાદ ઉઠી રહ્યા છે. આવી બેદરકારીને કારણે જો અકસ્માત થાય તો અનેક પેસેન્જરના જીવ જોખમમાં મુકાઇ શકે છે. ત્યારે એસટી વિભાગના અધિકારીઓ આવા ડ્રાયવર વિરુદ્ધ પગલા લેશે કે કેમ તે જોવાનું રહ્યું !!