- વિદ્યાર્થીઓ પાસેથી 500-500 ઉઘરાવી લાખોનું ભંડોળ એકત્ર કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 52મો યુવક મહોત્સવ યોજવા નક્કી કર્યું છે જો કે, હજુ યુવક મહોત્સવની તારીખો નક્કી નથી થઇ ત્યાં જ આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક ભવન ખાતે યુવક મહોત્સવના એન્ટ્રી ફોર્મનું વિતરણ કરવાની જાહેરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. જો કે, યુવકમહોત્સવની એન્ટ્રી ફી થકી જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લાખો રૂપિયાની આવક થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 52મો યુવક મહોત્સવ યોજવાનું જાહેર કરી આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગમાંથી આગામી તા.27 સપ્ટેમ્બર સુધી એન્ટ્રી ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, પ્રત્યેક એન્ટ્રી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 500 રૂપિયા રોકડથી ફી ચૂકવવા જણાવ્યું છે તે જોતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફોર્મ વિતરણ થકી જ લાખો રૂપિયાની આવક થઇ જશે, સામાન્ય સંજોગોમાં યુવક મહોત્સવમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે, જો કે, હજુ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવની તારીખ નક્કી કરવામાં આવી નથી.