અમિત શાહના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર ખાતેથી ‘પરવાહ’થીમ સાથે રાજ્યવ્યાપી ‘માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫’ લોન્ચ
‘રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન’ એનજીઓની મદદથી સતત ૪૫ દિવસ સુધી યોજાશે
યુવાનોમાં રોડ સેફ્ટી વિશે જનજાગૃતિ આવે તેમજ રોડ સેફ્ટી માટે સરકારી-બિનસરકારી સંસ્થાઓ અને નાગરિકો દ્વારા પાલન થાય તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં વડનગર ખાતેથી ‘પરવાહ-CARE’ની થીમ સાથે રાજ્ય વ્યાપી માર્ગ સલામતી કેમ્પેઈન-૨૦૨૫નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
માર્ગ સલામતી માટેનું ‘રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન’ સતત ૪૫ દિવસ એટલે કે તા. ૦૧ માર્ચ-૨૦૨૫ સુધી યોજાશે. આ અભિયાન દરમિયાન સ્થાનિક સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, ડી.ડી.ઓ., પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિકારી તથા RTOની ઉપસ્થિતિમાં તમામ વિભાગોના અધિકારીઓ તથા NGO સાથે સંકલનમાં રહી માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
આ અભિયાન સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ તેમજ દરેક શહેર, તાલુકા અને ગામ-ગામ સુધી પહોંચશે. આ અભિયાન માર્ગ સલામતી સપ્તાહ હેઠળ જન જાગૃતિ ઉપરાંત રોડ ઈજનેરીની બાબતો પર વિશેષ કામગીરી, અસરકારક એન્ફોર્સમેન્ટ, જિલ્લા સ્તરે એક્શન પ્લાન, સ્થાનિક સ્તરે વિવિધ સરકારી વિભાગો અને પદાધિકારીઓ દ્વારા વિવિધ આયોજનો, ધાર્મિક સંસ્થાઓ તેમજ ઇન્ફ્લુએનર્સ થકી હેલમેટ, સીટબેલ્ટ જેવી બાબતો પર જાગૃતિ. શાળાના વાહનોની સલામતી માટે વિશેષ માર્ગદર્શન, અકસ્માત સંભવિત વિસ્તારો પર વાહનચાલકોને વિશેષ માર્ગદર્શન આપતા બોર્ડ અંગેની કામગીરી, લાંબા અંતરની સફરમાં ડ્રાઇવિંગમાં લેવાની થતી કાળજીઓ, સગીર વયના બાળકોને વાહન ન ચલાવવા બાબત કાયદાકીય સમજ આપવી જેવા અગણિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
શેનું શેનું આયોજન થશે
•માર્ગ સલામતી રેલીનું આયોજન અથવા રોડ સેફટી મેરેથોન /વોકાથોનનું આયોજન
•ધાર્મિક ગુરુ/વડા, સાધુ/સંતો મારફતે હેલ્મેટ, સીટબેલ્ટ જેવા માર્ગ સલામતી વિષયક જનજાગૃતિ/પ્રસારણ
•જિલ્લાઓમાં હોર્ડીંગ્સ, જાહેર સમાચારપત્રો, એફ.એમ., આકાશવાણી, દૂરદર્શન, યુ-ટ્યુબ ના માધ્યમથી જનજાગૃતિ/પ્રસારણ
•માર્ગ સલામતી એક્સપર્ટ્સ, યુ ટ્યુબર, ઇન્ફ્લુઅન્સર, લોકપ્રિયતા ધરાવતા તેમજ લોકચાહના ધરાવતા લોકોના માધ્યમથી જનજાગૃતિ/પ્રસારણ
•સ્કુલ વર્ધી/વાન/બસ અને બાળકોની સલામતી બાબતના નિયમોની સમજ.
•જિલ્લા/શહેરમાં વર્ષ દરમિયાન થતાં માર્ગ અકસ્માત તેમજ માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુ અંગે સમીક્ષા
•જિલ્લા/શહેરમાં આવેલ બ્રિજ, પર્વતીય વિસ્તાર, વોટર બોડીઝ પર ક્રેશ બેરીયર્સ લગાવવા
•ભયજનક વળાંકવાળા રસ્તા પર શેવરોન માર્કીંગ લગાવવા, નવીનીકરણ કરવું
•તમામ રસ્તા પર ફેડેડ રોડ માર્કિંગ રિપેઈન્ટ કરાવવા
•રાહદારીઓ/પદયાત્રીઓની સલામતી માટેની યોગ્ય આયોજન કરવું
•સ્કૂલ ઝોનમાં ટ્રાફિક કાર્મિંગ મેઝર્સ લેવા અને જરૂરી સાઈનેજીસ લગાવવા
•જિલ્લામાં આવેલ ભયજનક ઓવરબ્રિજનું સ્ટ્રક્ચર ઓડિટ અને સમારકામ
•જિલ્લા/શહેરમાં ભારે વાહન ચલાવતા ડ્રાઈવરો, GSRTCના ડ્રાઈવર/કંડકટરનું મેડીકલ કેમ્પ/આઈ ચેક અપનું આયોજન
•સરકારી હોસ્પિટલની બ્લડ બેંક/રેડ ક્રોસના સહયોગથી રક્તદાન શિબિર
