સુરતમાં ભૂતિયા ડિમોલેશનમાં 2 કાર્યપાલક, ઈજનેર સહિત 5 અધિકારીને કરાયા સસ્પેન્ડ
હાઇકોર્ટ સુધી ગાજેલા મામલામાં બાદ એસએમસી એકશનમાં
સુરતમાં નાસીરનગર વિસ્તારમા કોઈ નોટીસ કે કાર્યવાહી વિના જ સીધા મકાનો પર બુલડોઝર ફેરવી નાખી અનેકને બેઘર બનાવવાના બહુ ગાજેલા ભૂતિયા ડિમોલિશન મામલે અંતે સુરત મ્યુનીસીપલ કોર્પોરેશન {એસએમસી}ની કાર્યવાહીની હાઇકોર્ટમાં પણ ગંભીર નોંધ લેવાઈ અને તંત્રનો ઉધડો લેવાયો. હાઇકોર્ટના કડક વલણને દયાને લઇ તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલને આધારે સત્તાધીસો દ્વારા એસએમસીના પાંચ ઈજનેરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ડીમાર્કેશનના નામે બુલડોઝર, જેસીબી સાથે મકાનો તોડી પડાયા હતા આવી ભૂતિયા ડીમોલીશન ટીપ ભેદી ઓપરેશનથી ભારે વિરોધ ઉઠ્યો હતો. મહાપાલિકા કમિશ્નર દ્વારા તપાસ સમિતિ રચવામાં આવી હતી તપાસ સમિતિના દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં ડિમોલેશનની પ્રક્રિયામાં નિયમોનો ભંગ અને અધિકારીઓની બેદરકારી સ્પષ્ટ થઇ હતી. પ્રાથમિક રીપોર્ટ આધારે હાલના તબકકે સુરત મહાનગરપાલિકાના બે કાર્યપાલક ઈજનેર સુજલ પ્રજાપતિ, જયાંગ જીવનરામજીવાલા, ડેપ્યુટી ઈજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઈજનેર મોનિક ગઢીયા, જુનિયર ઈજનેર નરેશ ગલચરને સસ્પેન્ડ કરાયા છે.
આ પણ વાંચો: મુંબઇમાં ફરી ભારે વરસાદ; અનેક વિસ્તારો ડૂબી ગયા
સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ રિપોર્ટના અંતિમ તારણો અને જવાબદારી નક્કી થયા બાદ આ અધિકારીઓ સામે વધુ કડક કાયદાકીય કાર્યવાહી અને દંડનાત્મક પગલાં લેવામાં આવે તેવી સંભાવના પણ દેખાઈ રહી છે. હાઇકોર્ટ પણ ડીમોલીશન મામલે આકરા વલણમાં હોવાથી સુરત પોલીસમાં પણ કોઈને કીઈ અધિકારી પર એક્શન આવી શકે તેવું દેખાઈ રહ્યું છે.
