રાજકોટમાં ૧૦થી વધુ શાળા-કોલેજો હતી ચાલુ : NSUI અને યુવા કાર્યકરોએ બંધ કરાવી
- શાળા -કોલેજોએ સજ્જડ બંધ પાળ્યો
- પોલીસે ૧૫ થી વધુ આગેવાનોની અટકાયત કરી
રાજકોટ
આજે બંધના એલાન સંદર્ભે શાળા કોલેજોએ પણ સજ્જડ બંધ પાળ્યો હતો. આમ તો મોટાભાગની સ્કૂલો બંધ જ રહી હતી પરંતુ માતૃમંદિર સ્કૂલ,સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ,પારુલ હોમિયોપેથીક કોલેજ સહિત ૧૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ વિનંતીથી બંધ કરવામાં આવી હતી. આજે રાજકુમાર કોલેજ તેના ઈતિહાસમાં પ્રથમ વાર જ આ રીતે બંધ રહી હતી. એસ.એન.કે. એ પણ બંધ પાળ્યો હતો.
રાજકોટની ૯૮% શૈક્ષણિક સંસ્થાઓએ આગલા દિવસે જ સ્વેચ્છિક સમર્થન જાહેર કરીને આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યુ હતુ અને અમુક સ્કૂલો-કોલેજોમા શૈક્ષણિક કાર્ય ચાલુ હતુ તે સંસ્થાઓને NSUI અને યુવા આગેવાનો આજે સવારથી બંધ કરાવવા નીકળ્યા હતા અને ૧૦ થી વધુ સ્કૂલો-કોલેજો ચાલુ હતી તેમા સંચાલકોને વિનંતી કરીને બંધ કરાવી હતી.જો કે ૫૦ થી વધુ સ્કૂટરો સાથે આગેવાનો અને કાર્યકરો આજે અનેક રોડ પર વિનંતી સાથે દુકાનો-વેપાર ધંધાઓ બંધ કરાવીને પીડિતોને ન્યાય માટે સમર્થનની માંગ કરી હતી અને રોડ સપૂર્ણ બંધ કરાવ્યા હતા.
આ દરમિયાન કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર સામે પોલીસે કાર્યકરોને અટકાવતા ૩૦ મીન સુધી ટ્રાફિક સર્જાયો હતો અને કાર્યકારોએ પોલીસની ખોટી રીતે દમનગીરીનો વિરોધ કરતા થોડો સમય કાલાવડ રોડ કાર્યકરોએ બાનમા લેતા પોલીસના ધાડાધાડા ઉતર્યા હતા અને ૨૦ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયાત કરી હતી.
કોંગ્રેસના યુવા આગેવાન રાજદીપસિંહ જાડેજા,રોહિતસિંહ રાજપુત ,નરેન્દ્ર સોલંકી,યુવા કોંગ્રેસના પ્રમુખો અલ્પેશ સાધરિયા,હરપાલસિંહ જાડેજા, પ્રદેશ હોદેદારો ઈશ્વર ડામોર,અંકિત સોંદરવા,કરણ મોદી,મયુર ખોખર, બ્રિજરાજસિંહ રાણા,રિયાઝ સુમારા,આર્યન કનેરિયા સહિત યુવા કોંગ્રેસના કાર્યકરો યશ ભીંડોરા,જીત સોની,રોનક રવૈયા,મહિલા યુવા અગ્રણીઓ વૈશાલી શિંદે,હિરલ રાઠોડ સહિત અનેક વિદ્યાર્થી કાર્યકર્તાઓ આજે આ કામગીરીમાં જોડાયા હતા.