હસે તેની આંખની રોશની વધે… શું હસવાથી ખરેખર આંખોની રોશનીમાં વધારો થાય છે ? જાણો શું છે સંશોધન
ગુજરાતીમાં એક કહેવત સાંભળી છે કે હસે તેનું ઘર વસે ત્યારે હવે નવી વાત સાંભળવા મળી છે કે હસે તેની આંખની રોશની વધે !! હાસ્યને ‘વિશ્વની શ્રેષ્ઠ દવા’ માનવામાં આવે છે. હાસ્ય, લોકોને જોડવા અને તમને નવજીવન આપવા ઉપરાંત, હાસ્ય માનસિક સમસ્યાઓના સંપૂર્ણ હળવી કરવાનું કામ કરે છે. ત્યારે હવે એક નવું રિસર્ચ સામે આવ્યું છે કે શુષ્ક આંખોને હસવાથી મટાડી શકાય છે. આ પરીક્ષણ સફળ સાબિત થયું છે. આનો અર્થ એ છે કે શુષ્ક આંખો માટે વધુ મોંઘા આંખના ટીપાં નહીં, હાસ્ય શ્રેષ્ઠ ઉપચાર છે.
સંશોધન ક્યાં થયું છે ?
આ સંશોધન લંડનમાં બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કર્યું છે. આ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, વિશ્વમાં લગભગ 36 કરોડ લોકો ડ્રાય આઈસ સન્ડ્રોમથી પીડિત છે, જેના કારણે આ સંશોધન કરવું પડ્યું. એકલા બ્રિટનમાં જ સાતમાંથી એક વ્યક્તિ આંખની સમસ્યાથી પીડાય છે. આ સમસ્યાઓમાં આંખોમાં ખંજવાળ અને લાલાશનો સમાવેશ થાય છે.
મોંઘા આંખના ટીપાંને બદલે હાસ્ય છે ઉપચાર
સંશોધકોના મતે, જે લોકો સતત આંખના ટીપાંનો ઉપયોગ કરે છે તેમના માટે હસવું એ એક નવી રાહત છે. આનાથી એવા લોકોને રાહત મળશે જેઓ મોંઘી સારવાર કરાવી શકતા નથી. વૈજ્ઞાનિકોએ પણ આ પદ્ધતિને વધુ સારો વિકલ્પ ગણ્યો છે.
અભ્યાસ કેવી રીતે કરવામાં આવ્યો ?
વૈજ્ઞાનિકોએ સંશોધન માટે બે જૂથ બનાવ્યા હતા, આ જૂથોમાં ચીન અને બ્રિટનના લોકો સામેલ હતા. અભ્યાસ માટે, એક જૂથને માત્ર હાસ્ય-પ્રેરિત કસરતો કરવા માટે બનાવવામાં આવી હતી. જ્યારે બીજા જૂથને આંખના ટીપાંની મદદથી સારવાર આપવામાં આવી હતી. આ લોકોની આંખોમાં દિવસમાં ચાર વખત આંખના ટીપાં નાખવામાં આવ્યા હતા. અને થેરાપીના વિષયોને દિવસમાં ચાર વખત પાંચ મિનિટ માટે હસાવવામાં આવ્યા હતા. આ પ્રેક્ટિસ સતત આઠ અઠવાડિયા સુધી ચાલુ રાખવામાં આવી અને પછી પરિણામો લેવામાં આવ્યા, જેમાં હાસ્ય ઉપચાર વધુ સફળ રહ્યો.
આંખોમાં શુષ્કતાના કારણો
- આંસુ ઝડપથી સુકાઈ જાય છે
- આંખોમાં આંસુ નથી
- દવાઓની અસર
- કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ
- લાંબા સમય સુધી AC માં રહેવું
- સનગ્લાસ પહેર્યા વિના તડકામાં રહેવું
- ઓછી ઊંઘ
કેવી રીતે ટાળવું?
- પૂરતા પ્રમાણમાં પાણી પીવો.
- ફોન અથવા સ્ક્રીનનો ઉપયોગ ઓછો કરો.
- આહારમાં વિટામિન A, B-12, E, C યુક્ત ખોરાકનો સમાવેશ કરો.
- આંખો સાફ રાખો.