બંગાળમાં હિંસા વચ્ચે મમતા બેનરજીએ ભાજપ પર શું લગાવ્યો આરોપ ? વાંચો
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોલકાતામાં વક્ફ કાયદા મુદ્દે વિશાળ ઈમામ સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં વક્ફ કાયદાનો વિરોધ કરવાની સાથે નાયડૂ અને નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. વક્ફની જમીન પર હિન્દુઓ પર રહેતાં હોવાનું નિવેદન આપતાં મુર્શિદાબાદમાં થયેલી હિંસાને વધારી-ચડાવીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ મૂક્યો હતો. ભાજપે બહારના માણસોને બોલાવીને રમખાણ કરાવ્યા છે. રામ નવમીના દિવસે ભાજપે રમખાણ કરાવવાની યોજના બનાવી હતી પણ નિષ્ફળ રહી હતી. જો કે ભાજપ દ્વારા હિન્દુઓની હત્યા સામે વિરોધ પ્રદર્શન કરીને આરોપ મુકાયો હતો કે મમતા હિન્દુ વિરોધી છે .
મમતા બેનરજીએ જણાવ્યું કે, હિન્દુઓએ સામાજિક કલ્યાણ માટે વક્ફને સંપત્તિ દાન કરી હતી. આજે અનેક સ્થળો પર વક્ફ સંપત્તિઓ પર હિન્દુ પરિવાર વસી રહ્યા છે. ભાજપે સ્ટેટ વક્ફ બોર્ડ તોડવા અને તેનું નિયંત્રણ પોતાના હાથમાં લીધુ છે. દેશમાં તમારી પાસે સંપૂર્ણ બહુમત નથી. તેમ છતાં તમે પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે.
મમતાએ આગળ કહ્યું કે, અમુક મીડિયા હાઉસની ભાજપ સાથે સાઠગાંઠ છે. તેઓ બંગાળને બદનામ કરવા માટે અન્ય રાજ્યોની હિંસાના વીડિયો પણ મુર્શિદાબાદના હોવાનું કહી પ્રસારિત કરી રહ્યા છે. તેમજ ખોટા આક્ષેપો થઈ રહ્યા છે કે, વિપક્ષ જાણી જોઈને વક્ફ કાયદાના વિરોધની આડમાં કોમી હિંસા ફેલાવી રહ્યું છે.
યોગી આદિત્યનાથ પર પ્રહાર કરતાં એમણે કહ્યું હતું કે યોગી સૌથી મોટા ભોગી છે . વડાપ્રધાનને હું વિનંતી કૃષ કે અત્યાચારી કાયદા પર રોક લગાવે. હું બંગાળમાં કોમી હિંસા થવા દઇશ નહિ.