50 હજારની ઉઘરાણીના પ્રશ્ને દંપતી પર મહિલા સહીત પાંચનો હુમલો
લક્ષ્મણ ટાઉનશીપ પાસે થાર ગાડીમાં ઘસી જઈ મહિલાને હડધૂત કરી માર માર્યો: પાંચ સામે નોંધાતો ગુનો
રાજકોટમાં દિન-પ્રતિદિન મારમારીનો બનાવ બની રહ્યા છે.ત્યારે ગઈકાલે વધુ એક બનાવ સામે આવ્યો છે.જેમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા લક્ષ્મણ ટાઉનશીપ નજીક 50 હજારની ઉઘરાણીના પ્રશ્ને દંપતીને થાર ગાડીના ચાલકે આંતરી તેમાં બેઠલા મહિલા સહીતના પાંચ શખસોએ મારામારી કરી તેમને હડધૂત કરતા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.
વિગત મુજબ જામનગર રોડ પર રહેતા પિન્કીબેન ગોરીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં શહેનાઝબેન તેના માતા,રજીયા ,અયુબ અને થાર ગાડીના ચાલાકનું નામ આપતા જણાવ્યું હતું.કે,તેમને આરોપીના પરિચિત પાસેથી 50 હજાર હાથ ઉછીના લીધા હતા.જેની ઉઘરાણી કરવા માટે આરોપીઓ અવારનવાર ફોન પણ કરતા હતા.ગઇકાલે તેઓ તેમના પતિ સાથે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા લક્ષ્મણ ટાઉનશીપ નજીક હતા.ત્યારે આરોપીઓ થાર ગાડીમાં ઘસી આવ્યા હતા.અને પૈસાની ઉઘરાણી કરી મહિલાને હડધૂત કર્યા હતા.તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો.જેથી આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ કરી છે.