ધર્મ પરિવર્તનના દાવા પર ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયા પર પત્રકારને આપ્યો કરારો જવાબ
સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે એક મહિલા પત્રકારે ઉર્ફી અંગે ધર્મ પરિવર્તનનો દાવો કરતાં તેમજ તેમના પહેરવેશ અંગે વાંધાજનક ટિપ્પણીઓ કરતાં વિવાદ સર્જાયો છે. ઉર્ફીએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ દાવાઓને સખત શબ્દોમાં ફગાવી દીધા છે.
ઉર્ફીએ લખ્યું કે તેમણે ક્યારેય પોતાનું નામ કે ધર્મ બદલ્યો નથી અને તેઓ કોઈ ખાસ ધર્મમાં માનતી પણ નથી. સાથે જ તેમણે પત્રકારને “થોડું હોમવર્ક કરી લો” એવી ટકોર કરતાં ખોટી માહિતી ન ફેલાવવાની સલાહ આપી હતી. તેમણે વધુમાં કહ્યું કે જો ટીકા કરવી હોય તો તથ્યોના આધારે કરવી જોઈએ.
જવાબમાં પત્રકારે ઉર્ફીના પહેરવેશ, પ્લાસ્ટિક સર્જરી અને દેખાવ અંગે વ્યક્તિગત ટિપ્પણીઓ કરી હતી. તેના જવાબમાં ઉર્ફીએ ફરી સ્પષ્ટતા કરી કે તેમણે બોડી સંબંધિત કોઈ સર્જરી કરાવી નથી અને ખોટા દાવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો ઉર્ફી જાવેદ તાજેતરમાં રિયાલિટી શો `લોક અપ-૨’ના પ્રીમિયર એપિસોડમાં જોવા મળી હતી, જ્યાં તેમણે અનેક રસપ્રદ ખુલાસાઓ કરીને ફરી ચર્ચા જગાવી હતી.
