Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingનેશનલબ્રેકિંગ ન્યૂઝ

10,000થી વધુ ઓનલાઈન ટ્રાન્સફર થશે ધીમું, વૃદ્ધો માટે ‘વિશ્વસનીય વ્યક્તિ’ની મંજૂરી ફરજિયાત

Mon, June 29 2026

UPI કરતાં જ તરત પૈસા પહોંચી જાય એ જમાનો હવે બદલાવાનો છે. ઓનલાઈન છેતરપિંડીના વધતા કેસોને રોકવા RBIએ મોટો પ્રસ્તાવ મૂક્યો છે. હવે 10,000થી વધુનું ડિજિટલ પેમેન્ટ કરશો તો ટ્રાન્સફર થતાં પહેલાં એક કલાકનો ‘વિચારવાનો સમય’ મળશે. વૃદ્ધો અને દિવ્યાંગો માટે તો 50,000થી વધુના વ્યવહાર પર ‘વિશ્વસનીય વ્યક્તિ’ની મંજૂરી પણ લેવી પડશે. બેંકોએ સુરક્ષાના આ પગલાને વધાવ્યું છે, પણ રોજિંદા વ્યવહારો અને ટેકનિકલ ખર્ચને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે.

શું છે RBIનો નવો પ્રસ્તાવ? 

એપ્રિલમાં જાહેર કરેલા ચર્ચા પત્રમાં RBIએ સૂચવ્યું છે કે કોઈ પણ વ્યક્તિગત ગ્રાહક, માલિક કે ભાગીદારી પેઢી 10,000થી વધુનું ડિજિટલ ટ્રાન્સફર કરે ત્યારે પેમેન્ટ ફાઈનલ થતાં પહેલાં એક કલાકનો વિરામ રાખવામાં આવે. આ વિલંબ ફક્ત મોકલનારના છેડે જ લાગુ પડશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ‘ઓથોરાઇઝ્ડ પુશ પેમેન્ટ’ એટલે કે APP ફ્રોડ રોકવાનો છે, જ્યાં ઠગ લોકોને ડરાવી-ધમકાવીને તરત પૈસા ટ્રાન્સફર કરાવી લે છે.

એક કલાકનો બ્રેક કેમ જરૂરી? 

બેંકોનું માનવું છે કે આ એક કલાકનો બ્રેક ગ્રાહકને રોકાઈને વિચારવાની તક આપશે કે તે સાચી વ્યક્તિને જ પૈસા મોકલી રહ્યો છે કે નહીં. છેતરપિંડીના કેસમાં પીડિત વ્યક્તિને છેતરાયાનો ખ્યાલ આવતાં સુધીમાં પૈસા ઉપડી ગયા હોય છે. આ વિરામથી ગ્રાહક વ્યવહાર રદ પણ કરી શકશે.

આ પણ વાંચો: અમદાવાદમાં 108 કળશના જળાભિષેક સાથે જળયાત્રાનો ભવ્ય આરંભ, ગજવેશ દર્શનની અલૌકિક ઝાંખી

બેંકોની ચિંતા: મોબાઈલ લેવા 1 કલાક દુકાનમાં ઊભા રહેવું? 

બેંકિંગ નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે આ નિયમ દરેક વ્યવહાર પર આડેધડ લાગુ ન થવો જોઈએ. દા.ત., કોઈ ગ્રાહક 10,000થી વધુનો મોબાઈલ ખરીદે તો તે પેમેન્ટ ક્લિયર થવા દુકાનમાં એક કલાક રાહ ન જોઈ શકે. એટલે નિયમમાં સુગમતા જરૂરી છે, જેથી વેપાર અને રોજિંદા વ્યવહારોને અસર ન થાય.

વૃદ્ધો માટે ખાસ ‘સુરક્ષા કવચ’: 50,000થી વધુ પર નોમિનીની મંજૂરી 

RBIએ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓના પૈસા સુરક્ષિત રાખવા ખાસ પદ્ધતિ સૂચવી છે. 50,000થી વધુના ડિજિટલ વ્યવહાર માટે તેમના દ્વારા પૂર્વ-નિયુક્ત ‘વિશ્વસનીય વ્યક્તિ’ એટલે કે નોમિનીની વધારાની મંજૂરી ફરજિયાત બનશે. જો નોમિની બદલવામાં આવે તો છેતરપિંડી રોકવા 24 કલાકનો કૂલિંગ-ઓફ પીરિયડ લાગુ પડશે.

કટોકટીમાં વિલંબનો ભય 

બેંકો આ અભિગમને માનવીય ગણાવે છે, પણ વ્યવહારિક મુશ્કેલીની આગાહી પણ કરે છે. જો કોઈ વૃદ્ધ વ્યક્તિને હોસ્પિટલમાં કટોકટી ચુકવણી કરવાની હોય અને તેનો નોમિની ઉપલબ્ધ ન હોય, તો જરૂરી પેમેન્ટ પણ અટકી શકે છે, જે ગંભીર સ્થિતિ સર્જી શકે.

બેંકો પર પડશે 10,000 કરોડનો બોજ 

આ નવી સિસ્ટમ લાગુ કરવા બેંકોએ ડિજિટલ પેમેન્ટ માળખામાં મોટા ફેરફાર કરવા પડશે. નવી ટ્રાન્ઝેક્શન કતાર બનાવવી, કૂલિંગ-ઓફ દરમિયાન રદ કરવાની સુવિધા આપવી અને સેટલમેન્ટ પ્રક્રિયા ફરીથી કોડ કરવી પડશે, જેનો ખર્ચ ભારે થશે. UPI પર શૂન્ય-MDR નીતિને કારણે બેંકો પહેલેથી જ નાણાકીય દબાણમાં છે. ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમ ટકાવવા વાર્ષિક આશરે 10,000 કરોડનું રોકાણ જોઈએ છે, જે હાલ બેંકો પોતે જ ઉઠાવી રહી છે.

RBIનો આ પ્રસ્તાવ સુરક્ષા અને સુવિધા વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ છે. હવે જોવાનું એ રહેશે કે અંતિમ નિયમોમાં કેટલી સુગમતા રાખવામાં આવે છે.

Tags:

BankingForSeniorsBankingNewsDigitalBankingElderlyFinanceElderlySupportFinancialLiteracyFinancialSafetyFinancialUpdatesMoneyManagementMoneyTransferOnlineTransfersSecureTransactionsSlowTransfersTransferLimitsTrustedPerson

Share Article

Other Articles

Next

અમદાવાદમાં 108 કળશના જળાભિષેક સાથે જળયાત્રાનો ભવ્ય આરંભ, ગજવેશ દર્શનની અલૌકિક ઝાંખી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
10,000થી વધુ ઓનલાઈન ટ્રાન્સફર થશે ધીમું, વૃદ્ધો માટે ‘વિશ્વસનીય વ્યક્તિ’ની મંજૂરી ફરજિયાત
6 મિનિટutes પહેલા
અમદાવાદમાં 108 કળશના જળાભિષેક સાથે જળયાત્રાનો ભવ્ય આરંભ, ગજવેશ દર્શનની અલૌકિક ઝાંખી
2 કલાક પહેલા
146 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, જૂન કોરોધાકોર સુકાયો, ગુજરાતમાં 79% પાણીની ઘટ
3 કલાક પહેલા
અમેરિકા – ઈરાન વચ્ચે નવેસરથી ભીષણ યુદ્ધના એંધાણ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3173 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી, ચિંતાઓ વધશે
ધાર્મિક
2 વર્ષ પહેલા
આજે UAEની ધરતી પર હિન્દુ મદિરનુ લોકાર્પણ એક ઐતિહાસિક ક્ષણ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
બજેટ 2024 : છેલ્લા 10 વર્ષોમાં કર વસૂલાતમાં ત્રણ ગણો વધારો થયો, સરકારે બધી પ્રક્રિયા સરળ બનાવી દીધી
Breaking
2 વર્ષ પહેલા
હમાસને ઊત્તર કોરિયાના હથિયારો મળ્યા
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર