જાણીતા સંગીતકાર-ગાયક અમાલ મલિકે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની રાજનીતિ વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા
બોલિવૂડના જાણીતા સંગીતકાર અને ગાયક અમાલ મલિકે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં થયેલા પોતાના સંઘર્ષ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક તાજેતરના ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે અત્યાર સુધી તેમને લગભગ ૬૦ ફિલ્મોમાંથી બદલી દેવામાં આવ્યા છે. તેમ છતાં તેઓ હિમત હાર્યા નથી અને હવે `આવારાપન-૨’ દ્વારા જોરદાર વાપસી કરવાની તૈયારીમાં છે.
અમાલે જણાવ્યું કે ફિલ્મ ઉદ્યોગમાં સ્વતંત્ર વિચારસરણી ધરાવતા લોકો માટે ટકી રહેવું મુશ્કેલ છે. તેઓ માત્ર પ્રસિદ્ધિ કે પૈસા માટે પોતાના કામ સાથે સમાધાન કરી શકતા નથી. તેમણે કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં કેટલાક લોકોની કાર્યશૈલી અને સિસ્ટમ સંગીતકારો માટે મુશ્કેલીઓ ઊભી કરે છે.
આ પણ વાંચો: વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ પહોંચ્યા જામનગરના આંગણે
૩૫ વર્ષીય અમાલે કહ્યું કે છેલ્લા દસ વર્ષથી તેઓ આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. જો કે તેઓ કોઈ વ્યક્તિ કે સંસ્થાનું નામ લેવા માંગતા નથી, પરંતુ સિસ્ટમમાં રહેલી ખામીઓ તરફ તેમણે સ્પષ્ટ ઈશારો કર્યો હતો.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અમાલ હાલમાં ઇમરાન હાશ્મી અને દિશા પટણી અભિનીત ફિલ્મ `આવારાપન-૨’ માટે ગીત તૈયાર કરી રહ્યા છે. આ ફિલ્મ ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની છે.
