Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – ગાંધીનગર ખાતે વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ

Tue, July 21 2026

આવતીકાલે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના: હવામાન વિભાગ

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે રાહત કમિશનર  ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ‘વેધર વૉચ ગ્રુપ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા દરમિયાન વરસાદી પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટી તંત્રની પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં રાહત કમિશનર  ગૌરાંગ મકવાણાએ તમામ સંબંધિત વિભાગો પાસેથી માહિતી મેળવીને આ વિભાગોને પરસ્પર સુદ્રઢ સંકલન જાળવવા અનુરોધ કર્યો હતો. તેમણે કોઈપણ કટોકટી વખતે સ્ટેટ કંટ્રોલ રૂમને તરત જાણ કરવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા સેટેલાઈટ ઈમેજરી અને અદ્યતન પૂર્વાનુમાનના આધારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિત જ્યાં પણ ભારે વરસાદની શક્યતા છે, તેવા તમામ વિસ્તારો પર કંટ્રોલ રૂમ દ્વારા ૨૪ કલાક સતત નજર રાખવામાં આવી રહી છે. રાહત અને બચાવ કામગીરી સંદર્ભે પૂર્વતૈયારીની વિગતો આપતા તેમણે કહ્યું કે, આપાતકાલીન સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી ઝડપથી થઈ શકે તે માટે NDRF અને SDRFની ટુકડીઓને જરૂરી તમામ સાધન-સામગ્રી સાથે સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: જંતર-મંતર પર ગુંજતો યુવાનોનો સાદ એ કોઈ બળવો નથી, પણ તૂટતા સપનાઓનો આર્તનાદ છે!

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્રમાં સર્જાયેલી હવામાન સિસ્ટમના કારણે આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલ તા. ૨૨ જુલાઇના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. તા. ૨૨ અને ૨૩ જુલાઇના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નર્મદા, સુરત, ડાંગ અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તા. ૨૪ જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર  તેમજ દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

રાહત કમિશનરએ એમ પણ જણાવ્યું હતુ કે, માળખાકીય સુવિધાઓ અને જળાશયોની સલામતી માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમ જ જળસંપત્તિ અને સિંચાઈ વિભાગ દ્વારા રાજ્યના મુખ્ય ડેમની વર્તમાન સપાટી પર સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે.  મકવાણાએ ઉમેર્યું કે, વરસાદના કારણે જો રસ્તાઓ બંધ થાય ત્યારે વાહનવ્યવહાર ચાલુ રાખવા માટે માર્ગ અને મકાન વિભાગને વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા માટેની સૂચના આપવામાં આવી છે. તેમણે વધુ વિગતો આપતા કહ્યું કે, ઊર્જા વિભાગે વીજ પુરવઠો ખોરવાય તો તેને લઘુત્તમ સમયમાં પુનઃસ્થાપિત કરવા ઇમરજન્સી ટીમો સ્ટેન્ડબાય રાખી છે.

આ બેઠકમાં NDRF, SDRF, કોસ્ટગાર્ડ, નેવી, આરોગ્ય, વન, કૃષિ અને મહેસૂલ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:

ClimateMonitoringCommunitySafetyCrisisManagementDisasterManagementEmergencyPreparednessEmergencyResponseEmergencyServicesEventRecapGandhinagarGandhinagarEventsGroupMeetingLocalGovernmentPreparednessPublicSafetySafetyFirstStateEmergencyOperationCenterWeatherForecastingWeatherUpdateWeatherWatch

Share Article

Other Articles

Previous

છેલ્લા 24 કલાકમાં પારડીમાં 8.19 ઈંચ વરસાદ: ગુજરાતમાં ચોમાસું 2026નો રિપોર્ટ જાહેર

Next

જંતર-મંતર પર ગુંજતો યુવાનોનો સાદ એ કોઈ બળવો નથી, પણ તૂટતા સપનાઓનો આર્તનાદ છે!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
છેલ્લા 24 કલાકમાં પારડીમાં 8.19 ઈંચ વરસાદ: ગુજરાતમાં ચોમાસું 2026નો રિપોર્ટ જાહેર
33 સેકન્ડ પહેલા
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – ગાંધીનગર ખાતે વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ
28 મિનિટutes પહેલા
જંતર-મંતર પર ગુંજતો યુવાનોનો સાદ એ કોઈ બળવો નથી, પણ તૂટતા સપનાઓનો આર્તનાદ છે!
33 મિનિટutes પહેલા
`વેપન કાર્ટેલ’ની કમર તોડી નાખતી પીસીબી: ૩૮ હથિયાર, ૩૨ કાર્ટિસ, ૨૦ શખસો પકડાયા
40 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3289 Posts

Related Posts

દારૂના કટિંગ વખતે જ રૂરલ એલસીબી ત્રાટકી : 15.80 લાખની 2772 દારૂની બોટલો ઝડપાઈ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના ચુકવણામાં ગોલમાલ મામલે કોંગ્રેસનું હલ્લાબોલ
રાજકોટ
1 વર્ષ પહેલા
શેઢા પ્રશ્ને હત્યા કેસમાં છ આરોપીઓને આજીવન કેદની સજા
રાજકોટ
3 વર્ષ પહેલા
ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે હોટ લાઇન પર બોર્ડર મેનેજમેન્ટ બાબતે ચર્ચા થઈ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર