ઊપરાષ્ટ્રપતિ ધનખડની મિમિક્રી કરનારે ફરી શું કર્યું ? વાંચો
- સભામાં શું બોલી ગયા ?
- વડાપ્રધાન વિષે શું કહ્યું ?
તૃણૂમલ સાંસદ કલ્યાણ બેનર્જી વિવાદો પેદા કરી રહ્યા છે અને વધુ આગળ વધી ગયા છે. ફરી એમણે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરી હતી. બેનર્જીના સંસદીય વિસ્તાર શ્રીરામપુરમાં એક સભાનું આયોજન કરાયું હતું. આ વખતે તેમાં તૃણમૂલ નેતાએ ધનખડની સાથે જ વડાપ્રધાન મોદીની પણ મિમિક્રી કરી હતી.
કલ્યાણ બેનર્જીએ કહ્યું કે મેં તો સંસદની બહાર મિમિક્રી કરી હતી પણ વડાપ્રધાન મોદીએ તો સંસદની અંદર મિમિક્રી કરી હતી. તેમણે ઉપરાષ્ટ્રપતિ ધનખડ સામે આરોપ મૂકતાં કહ્યું કે તેમણે એક સામાન્ય વાત પર દેશથી લઈને વિદેશ સુધી રડી નાખ્યું. આ સાથે ટીએમસી નેતા બેનર્જીએ ધનખડની તુલના સ્કૂલના નાના બાળકો સાથે કરી હતી.
સંસદની સુરક્ષામાં ચૂક મામલે તેમણે વડાપ્રધાન મોદી સામે નિશાન તાક્યું હતું. કલ્યાણે કહ્યું કે ફક્ત ઈતિહાસના પન્નાઓ પર પોતાનું નામ લખવા માટે મોદીએ ઉતાવળે નવી સંસદના ભવનનું નિર્માણ કરાવ્યું પણ તેના બદલે તેમણે સાંસદોની સુરક્ષા સાથે કોમ્પ્રોમાઈઝ કર્યું.
ફક્ત એક ભાજપ સાંસદ જેણે એ 2 લોકોને પાસ આપ્યા હતા તેને બચાવવા માટે વિપક્ષના 146 સાંસદોને બરતરફ કરી દીધા હતા. ઉપરાષ્ટ્રપતિની મિમિક્રીની ઘટનાને એક આર્ટ ગણાવતા કલ્યાણ બેનર્જીએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિએ એક સ્કૂલના નાના બાળકની જેમ સામાન્ય વાતને લઈને ભારે હંગામો મચાવ્યો.