કોંગ્રેસે વડાપ્રધાન મોદીને શું સવાલ કર્યો ? વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને યુક્રેન જવાના છે ત્યારે રવિવારે કોંગ્રેસ દ્વારા ફરી એવો મુદ્દો ઉઠાવાયો હતો કે વડાપ્રધાન મણિપુર ક્યારે જશે તેવો પ્રશ્ન મણિપુરની જનતા કરી રહી છે. દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવા આવેલા મણિપુરના સીએમ બીરેનસિંહ પર કોંગ્રેસે નિશાન તાકીને નિવેદન કર્યું હતું.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે બીરેનસિંહે વડાપ્રધાનને મણિપુરની સ્થિતિ વિષે માહિતગાર કર્યા છે કે નહીં ? વડાપ્રધાનને મણિપુરની મુલાકાત લેવાનું કહ્યું છે કે નહીં ? હવે જનતા જ સવાલ કરી રહી છે કે મુખ્યમંત્રી બીરેનસિંહે રાજ્યની હાલત વિષે મોદી સાથે અલગથી બેઠક કરી છે કે નહીં ?
દરમિયાનમાં બીરેનસિંહે કહ્યું હતું કે અમે સંમેલનમાં પાર્ટીને વધુ મજબૂત કરવા અને તેની વિચારધારા બનાવી રાખવા અંગે ચર્ચા કરી હતી. જો કે કોંગ્રેસે સતત વડાપ્રધાન પર સવાલોનો મારો યથાવત રાખ્યો છે અને મણિપુર ક્યારે જવાના છે તેવો સવાલ ફરી કર્યો છે. પાર્ટીએ એમ પણ કહ્યું છે કે વડાપ્રધાનને યુક્રેન જવાનો સમય છે પણ મણિપુર જવાનો નહીં.