બાળકોને ખડખડાટ હસાવનાર વિખ્યાત હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લીનનો આજે જન્મદિવસ
સર ચાર્લ્સ સ્પેન્સર ચૅપ્લિન નો જન્મ 16 એપ્રિલ, 1889 ઈંગ્લેન્ડના પાટનગર લંડનમાં વોલ્વર્થમાં આવેલી ઈસ્ટ સ્ટ્રીટમાં થયો હતો તે એક અંગ્રેજી હાસ્ય કલાકાર અને ફિલ્મ દિગ્દર્શક હતા. ચૅપ્લિન અમેરિકન સિનેમાના ક્લાસિકલ હોલિવૂડ યૂગના આરંભ અને મધ્ય યુગના જાણીતા અભિનેતા, નોંધપાત્ર ફિલ્મ નિર્માતા, કંપોઝર અને સંગીતકાર પણ હતા. મુંગી ફિલ્મોના યુગમાં ચૅપ્લિન એક મહાન અને વગ ધરાવતા કલાકાર હતા. તેમણે ફિલ્મોમાં 75 વર્ષ સુધી કામ કર્યું હતું જેમાં યુકેમાં બાળ કલાકાર તરીકે વિક્ટોરીયન સ્ટેજ અને સંગીત હોલમાં કરેલું કામ અને 88 વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધીના કામોનો સમાવેશ થાય છે. તેમની હાઈપ્રોફાઈલ જાહેર અને અંગત જીંદગી ઘણી જ વિવાદિત રહી છે.
મેરી પિકફોર્ડ, ડગ્લાસ ફેરબેન્કસ અને ડી. ડબલ્યુ. ગ્રિફીથ, અને ચૅપ્લિને સંયુક્ત રીતે યુનાઈટેડ આર્ટીસ્ટની 1919માં ચૅપ્લિન અ લાઈફ (2008), પુસ્તકની સમિક્ષા કરતા માર્ટિન શિફે લખ્યું હતું કે ચૅપ્લિન માત્ર ‘મોટા’, ન હતા પરંતુ એક મહાસાગર હતા. ૧૯૧૫માં, વિશ્વયુદ્ધના આરંભે ઉભેલા વિશ્વને તેમણે હાસ્યની ભેટ આપી. જ્યારે વિશ્વ પોતાને પહેલા વિશ્વ યુદ્ધને કારણે હાસ્યની અને રાહતની જરૂર હતી ત્યારે તેમણે આ અમુલ્ય ભેટ આપી. આ બાદ ૨૫ વર્ષ સુધી અને મહામંદી અને હિટલરના ઉદય સુધી તેઓ આ કાર્ય કરતા રહ્યા હતા.
ચૅપ્લિન કહે છે કે એ દિવસ ચેપ્લીન કહે છે કે સાવ નકામો નીવડે છે જે દિવસે આપણે બે ઘડી હસ્યા પણ નથી હોતા. હસવું એ માનસિક શાંતિ પ્રદાન કરનારું છે. શરીર સ્વસ્થ રાખનારુ છે. જેમ 1915નાં યુદ્ધનાં કપરા કાળમાં ચાર્લીની મૂંગી હાસ્ય ફિલ્મો ને કારણે હકારાત્મકતા જળવાઈ રહી. હળવા, કોમિક સીરીયલો કે ફિલ્મો પણ જોવી જોઈએ તે દ્વારા પોતાના માનસિક સ્વાસસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ.