આ છે ભારતના 10 સૌથી સ્વચ્છ શહેરો : સુરત દેશનું બીજા નંબરનું સ્વચ્છ શહેર, જાણો યાદીમાં કોણ છે ટોપ પર
ભારતમા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણના સતત નવમા વર્ષના 2024-25 ના પરિણામો મુજબ ઇન્દોરને ફરી એકવાર ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતનું સુરત શહેર બીજા સ્થાને છે. તેમજ રાજ્યમાંથી આ એક માત્ર શહેર જ છે જેને સ્વચ્છતા સર્વેક્ષણમા એકથી દશમાં સ્થાન મળ્યું છે.

સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25ના પરિણામો મુજબ વર્ષ 2017 થી 2025 સુધી ઇન્દોરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે.ઇન્દોર પછી સુરત આવે છે. સુરત શહેર વર્ષ 2020 અને વર્ષ 2021 માં બીજા ક્રમે હતું, જ્યારે વર્ષ 2023 ના સ્વચ્છ સર્વેક્ષણમાં તે ઇન્દોર સાથે ટોચના સ્થાને હતું. ઈન્દોર શહેર સતત નવમા વર્ષે યાદીમાં ટોપ પર રહ્યું છે.આ યાદીમાં આંધ્રપ્રદેશના ત્રણ, મધ્યપ્રદેશના બે અને ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી અને છત્તીસગઢના એક-એક શહેરનો સમાવેશ થાય છે.