જોઈ લ્યો પાક સરકારનો અસલી આતંકી ચહેરો…આતંકી ગુરુ મસૂદ અઝહરને આપશે 14 કરોડ રૂપિયા
ભારતના ડરને કારણે ઉંદરની જેમ છુપાઈ ગયેલા આંકી ગુરુ મસૂદ અઝહરને પાકિસ્તાન સરકાર ખુલ્લેઆમ રૂપિયા . આપવાની તૈયારી કરી રહી છે. ખૂંખાર ભૂગર્ભ આતંકવાદી મસૂદ અઝહરને 14 કરોડ રૂપિયા આપવાની પાકિસ્તાન સરકારે જાહેરાત કરી છે . ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા તમામ આતંકવાદીઓના પરિવારોને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. શાહબાઝ શરીફની સરકારે આ માટે શહાદ પેકેજની જાહેરાત કરી છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. મસૂદનું ઘર બહાવલપુરમાં આવેલું છે. આ હુમલામાં મસૂદ સાથે સંકળાયેલા 14 આતંકી મોતને ઘાટ ઉતરી ગયા હતા આ જ કારણ છે કે પાકિસ્તાન સરકાર શુહાદ પેકેજમાંથી મસૂદને 14 કરોડ રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે.આ હુમલા પછી, મસૂદ અઝહરે પોતે એક નિવેદન બહાર પાડ્યું હતું. મસૂદે કહ્યું હતું કે ભારતના ઓપરેશનમાં તેની મોટી બહેન, સાળી અને તેના બાળકોનું મૃત્યુ થયું હતું.
આ પછી, મસૂદના ભાઈ રઉફના મૃત્યુના સમાચાર પણ આવ્યા હતા. પાકિસ્તાની મીડિયા અનુસાર, રૌફ પણ આ હુમલામાં માર્યો ગયો હતો. આ મૃત્યુના સમાચાર સાંભળીને મસૂદ ખૂબ જ દુ:ખી થઈ ગયો. મસૂદે પત્ર લખીને કહ્યું કે હવે હું પણ જીવવા માંગતો નથી. મને પણ હવે મરવાનું મન થાય છે.
