મારું રાજકોટ પહેલાં આવુ બિચારું તો ન હતુ! જાણે શહેરની છાતી ઉપર ઊંડા ઘા લાગ્યા, જુઓ તસવીરો
ગુરુવારે રાજકોટમાં સરેરાશ ચાર ઇંચ વરસાદ પડ્યો અને મોટા ભાગના વિસ્તારો પાણી પાણી થઇ ગયા.. શુક્રવારની સવારે આ પાણી ઉતરતા જ શહેરની છાતી ઉપર ઊંડા ઊંડા ઘા લાગ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

રંગીલા રાજકોટને હવે બધા ખાડા નગરી કહેવા લાગ્યા છે અને કહે તેમાં કાંઇ ખોટુ પણ નથી.

આ તસવીરો જોઈએ તો તરત ખ્યાલ આવશે કે રાજકોટની પ્રજા મહાપાલિકાને જે ટેક્સ ભરે છે તે પણ પાણીમાં વહી ગયો છે.
આ પણ વાંચો : જામનગર-અમૃતસર એક્સપ્રેસ વેની હાલત ખરાબ : વીડિયો વાયરલ થયા બાદ ગડકરીનું આકરું પગલું, પ્રોજેક્ટ ડાયરેક્ટર સસ્પેન્ડ

હજુ તો ચોમાસાની શરૂઆત જ થઇ છે તેથી આ પ્રકારની તકલીફ તો હજુ લાંબા સમય સુધી વેઠવાની છે.
