રાજકોટની આર્ટ ગેલેરીનાં ભાડામાં તોતિંગ વધારો નાંખી કલાકારો પર આકરો બોજો: આર્ટ સોસાયટીનો ઉગ્ર વિરોધ
ડો.શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીમાં ભાડાવધારાનો જબરો વિરોધ ઉઠ્યો છે,રાજકોટ આર્ટ સોસાયટીએ તંત્રનાં આ નિર્ણય સામે અવાજ ઉઠાવી ઠરાવને પાછો લેવાં માંગણી કરી છે.ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના ભાડામાં તોતિંગ વધારાનો કલાકાર સમુદાય દ્વારા વિરોધ કર્યો છે.

આર્ટ સોસાયટી રાજકોટનાં પ્રમુખ ઉમેશ ક્યાડાએ કહ્યું હતું કે,અગાઉની વ્યવસ્થાના અંતર્ગત, કલાકારો પાસેથી માત્ર રૂ. 1000 ડિપોઝિટ લેવામાં આવતા હતા, જેમાંથી વિજળી અને મેન્ટેનન્સ માત્ર રૂ. 400 કપાઈ, બાકી રકમ પરત આપવામાં આવતી હતી. આ વ્યવસ્થા સરળ, સુલભ અને લોકહિતમાં હતી. પરંતુ હાલના નવા ઠરાવ મુજબ ભાડું અને મેન્ટેનન્સમાં લગભગ 100 ગણો વધારો કરવામાં આવ્યો છે, જે સામાન્ય કલાકાર માટે આપત્તિજક છે.

રાજકોટના કલાકારો આ ગેલેરીમાં પોતાની કૃતિઓ વેચવાના ઉદ્દેશ્યથી નહી, પરંતુ સમાજસેવાના ભાવથી – કલા જાગૃતિ, શિક્ષણ અને સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખને વધારવા માટે નિ:શુલ્ક માર્ગદર્શન અને પ્રદર્શનનું આયોજન કરે છે. આ એક માત્ર આવકના સાધન વગર, કલા માટે જીવતા કલાકાર માટે ગંભીર આર્થિક બોજરૂપ બનશે.

આ પણ વાંચો : રાજકોટની આર્ટ ગેલેરીનાં ભાડામાં તોતિંગ વધારો નાંખી કલાકારો પર આકરો બોજો: આર્ટ સોસાયટીનો ઉગ્ર વિરોધ
આવી ગેલેરીમાં કોઈ પણ વ્યાપારિક આશા વગર પોતાનું કૌશલ્ય, સમય અને નાણાં ખર્ચી એક સ્તરીય પ્રદર્શન કરનારા કલાકારોથી આવા નાણાકીય અડચણો ઉભી કરવામાં આવે એ ગેરવ્યાજબી છે. જયારે એક શહેર સંસ્કાર નગરી તરફ પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે આમ નફાકારક માળખું માત્ર કલાકાર નહીં, પરંતુ રાજકોટની જનતા અને નગરની સંસ્કૃતિ માટે પણ ઘાતક સાબિત થશે. રાજકોટના તમામ સંસ્કૃતિપ્રેમી અને જવાબદાર નાગરિકોને અપીલ કરું છું કે આ નિર્ણય સામે અવાજ ઉઠાવે અને કલાકારો સાથે એકઝૂટ રહી આ અયોગ્ય ઠરાવને વાપસ લેવડાવામાં મદદરૂપ બને.