રાજકોટ, સૌરાષ્ટ્રના ખાડાઓ દિલ્હી, ગાંધીનગર સુધી ગાજ્યા : ભાજપ અગ્રણી દ્વારા નીતિન ગડકરી-CM ભુપેન્દ્ર પટેલને કરી લેખિત રજૂઆત
રાજકોટ નજીક સૌરાષ્ટ્રભરમાં શહેર, તાલુકાઓ, ગ્રામ્ય રસ્તાઓ તો ખરા પરંતુ રાજ્યના ધોરી માર્ગો કે રાષ્ટ્રીય ધોરી માર્ગોની હાલત પણ બદતર છે મસમોટા ખાડાઓ છે. ધ્યાન ન રાખો તો ક્યારે કયાં અકસ્માત સર્જાઈ જાય ખ્યાલ જ ન રહે. ખાડાઓ, ભુવાઓ અને બેસી ગયેલા રસ્તાઓ બાબતે પ્રદેશ ભાજપ અગ્રણી હિરેન જોષી તથા હર્ષ મકવાણા દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તથા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.

સૌરાષ્ટ્રના હાઇવે જયા સુધી સંપૂર્ણપણે રીપેર ન થાય ત્યાં સુધી ટોલટેકસ ન વસુલવા પણ માગણી કરવામાં આવી છે. કેન્દ્રિય પરિવહન મંત્રી ગડકરીને ડો.જોષીએ પાઠવેલા લેખિત પત્રમાં ગુજરાતના વિવિધ નેશનલ હાઇવે ધૂળધાણી થઈ ગયા છે. રાજકોટ-ગોંડલ, અમદાવાદ-રાજકોટ, મોરબી-હળવદ તથા રાજકોટ જામનગર, પોરબંદર, સોમનાથ હાઇવે પર મોટા ખાડાઓ પડી ગયા છે. રસ્તાઓ પર વાહનો ચલાવવા મુશ્કેલ થાય છે. અકસ્માતોનો સતત ભય ઝળુંબતો તેમજ સર્વિસ રોડ પણ તુટી ગયા હોવાથી ત્યાંથી પણ ટુ વ્હીલર્સ કે આવા નાના વાહનો પસાર થઈ શકતા નથી કે 2345 રોડ ફરી સુચારુ ન બને ત્યાં સુધી કોઇપણ પ્રકારનો ટોલ વસૂલવો એ અન્યાય ગણાય. પાણી ભરાવવાના કારણે કયો ખાડો કેટલો ઉંડો છે તેનો કોઈ ખ્યાલ ન હોવાથી વાહનોને નુકસાન સાથે ગંભીર અકસ્માતો થવાની સતત ભીતિ છે.
જયાં સુધી હાઈવે રીપેર ન થાય ત્યાં સુધી ટોલટેકસ ન વસૂલવા પણ માગણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર ગુજરાત, સૌરાષ્ટ્રના ધોરી માર્ગો તાત્કાલીક રીપેર થાય તે માટે પગલા લે તેવી રજૂઆત કરાઈ છે. સાથો સાથ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધીને પણ પત્ર લખ્યો છે. જેમાં રાજકોટ શહેરમાં તમામ વોર્ડોમાં કોન્ટ્રાકટરો અને રોડ ઓપરેટિંગ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

નકકી કરેલા સમયમાં કામ પૂર્ગ ર્ગ ન ન કરનાર કંપનીઓની જવાબદારી નકકી કરી કાયદેસર પગલાં લેવાં. રસ્તાઓમાં ખાડાઓ છે. ક્ષેત્રિય અધિકારીઓ દ્વારા પ્રશાસકીય બેદરકારીના કારણે નાગરિકો તકલીક, યાતના ભાગવી રહ્યા છે. ડો. હિરેન જોષી તથા હર્ષ મકવાણાએ વધુમાં કહ્યુ કે પ્રજાની તકલીફ સમજીને કામ કરવુ જોઈએ ફિલ્ડમાં જઈને નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવુ જોઈએ. રાજકોટ શહેર, જિલ્લાના માર્ગોના ઝડપથી સમાર કામ થાય તે માટે અનુદાન મળે અને સ્થાનિક તંત્રને જવાબદારી સાથે કાર્ય કરવા કડક સુચના આપવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગના સદસ્ય અને ડીઆરયુસીસીના સભ્ય જોષી દ્વારા માંગ ઉઠાવાઈ છે.
આ પણ વાંચો : જામનગર-અમૃતસર એક્સપ્રેસ વેની હાલત ખરાબ : વીડિયો વાયરલ થયા બાદ ગડકરીનું આકરું પગલું, પ્રોજેક્ટ ડાયરેક્ટર સસ્પેન્ડ
પાણી ભરાવવાના કારણે કયો ખાડો કેટલો ઉંડો છે તેનો કોઈ ખ્યાલ ન હોવાથી વાહનોને નુકસાન સાથે ગંભીર અકસ્માતો થવાની સતત ભીતિ છે. જયાં સુધી હાઇવે રીપેર ન થાય ત્યાં સુધી ટોલટેકસ ન વસૂલવા પણ માગણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર ગુજરાત, સૌરાષ્ટ્રના ધોરી માર્ગો તાત્કાલીક રીપેર થાય તે માટે પગલા લે તેવી રજૂઆત કરાઈ છે. સાથો સાથ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધીને પણ પત્ર લખ્યો છે. જેમાં રાજકોટ શહેરમાં તમામ વોર્ડોમાં રસ્તાઓમાં ખાડાઓ છે. ક્ષેત્રિય અધિકારીઓ દ્વારા પ્રશાસકીય બેદરકારીના કારણે નાગરિકો તકલીક, યાતના ભાગવી રહ્યા છે.
ડો. હિરેન જોષી તથા હર્ષ મકવાણાએ વધુમાં કહ્યુ કે પ્રજાની તકલીફ સમજીને કામ કરવુ જોઇએ ફિલ્ડમાં જઈને નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવુ જોઈએ. રાજકોટ શહેર, જિલ્લાના માર્ગોના ઝડપથી સમાર કામ થાય તે માટે અનુદાન મળે અને સ્થાનિક તંત્રને જવાબદારી સાથે કાર્ય કરવા કડક સુચના આપવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગના સદસ્ય અને ડીઆરયુસીસીના સભ્ય જોષી દ્વારા માંગ ઉઠાવાઈ છે.