Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ૧૫૫ નવા કેન્દ્રોનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

Fri, November 10 2023

માત્ર પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિકોને ભરપેટ ભોજનનો લાભ મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગરીબ, વંચિત અને સમાજના નાનામાં નાના માનવીને આરોગ્ય, આવાસ, આવક અને અભ્યાસ માટેની અનેક સફળ યોજનાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેવા-સુશાસન અને ગરીબ કલ્યાણના ધ્યેય મંત્ર સાથે આપી છે.

મુખ્યમંત્રી રાજ્યના બાંધકામ શ્રમિકોને પાંચ રૂપિયાના નજીવા દરે ભરપેટ ભોજન પૂરું પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ૧૫૫ નવા કેન્દ્રોનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.

ઊદ્યોગ તથા શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુત આ અવસરે મુખ્યમંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ મંત્રીમંડળના મંત્રીઓ, પદાધિકારીઓએ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર ગરીબો, વંચીતો, પીડિતો અને છેવાડાના માનવીઓના હિતોને વરેલી સરકાર છે. તેમણે દરેક યોજનાઓમાં અંત્યોદય ઉત્થાનનો ભાવ કેન્દ્રસ્થાને રાખ્યો છે.

એટલું જ નહીં, યોજનાઓ જેમના માટે બની છે તે લાભાર્થીઓ સુધી ૧૦૦ ટકા સફળતાપૂર્વક યોજના પહોંચે તેવો સેચ્યુરેશનનો વિચાર પણ તેમની પ્રેરણાથી સાકાર થઈ રહ્યો છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ કોરોના કાળમાં કોઈ ગરીબને ભૂખ્યા ન સૂવું પડે તેની ચિંતા કરીને સૌને અન્ન પહોંચાડ્યું હતું. આરોગ્ય સેવાઓ પણ આપી હતી અને કોરોના પછી નાના વેપારીઓ, ધંધો-વ્યવસાય કરનારાઓને લોન સહાય આપી આર્થિક આધાર પણ પૂરો પાડ્યો છે.

તેમણે ઉમેર્યું કે, ગરીબોને આવાસ અને તેમના સંતાનોને અભ્યાસની તક મળે તેની પણ ચિંતા કરીને વડાપ્રધાનશ્રીએ ગરીબો, વંચિતોના કલ્યાણ માટે સર્વ સમાવેશી, સર્વવ્યાપી વિકાસનો ધ્યેય રાખ્યો છે.

બાંધકામ શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજના અન્વયે અપાતા ભોજનની ગુણવત્તા અને નિયમિતતા જળવાઈ રહે તે માટે પણ મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.
.

આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પોષણ અભિયાનને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં પણ શ્રમિકોને પૂરતું પોષણ મળી રહે અને તેમનું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે શ્રમિક અન્નપુર્ણા યોજના શરુ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લાઓમાં ૧૧૮ શ્રમિક ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત હતા, તેને મળેલા શ્રમિકોના ખૂબ જ બહોળા પ્રતિસાદ અને શ્રમિકોની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારીને નવા શરૂ કરવામાં આવનારા ૧૫૫ કેન્દ્રો સહિત ૧૭ જીલ્લામાં કુલ ૨૭૩ કેન્દ્રો પરથી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધણી કરાવેલ હોય તેવા બાંધકામ શ્રમિકોને પોતાના પૂરા પરિવાર માટે એક ટંકનું ભોજન મળશે.

રાજ્યભરમાં આશરે ૭૫,૦૦૦ જેટલાં શ્રમિકો લાભાન્વિત થશે. મુખ્યમંત્રીએ પોતે વૈષ્ણોદેવી ખાતે નવા શરૂ થયેલ ભોજન કેન્દ્રની મુલાકાત લઈને શ્રમિકો સાથે બેસીને ભોજન કર્યું હતું તેની વિગતો તેમણે આપી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સહિત મહાનુભાવોના હસ્તે શ્રમિક પરિવારોને સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

Share Article

Other Articles

Previous

દિવાળીના તહેવારોમાં ૨૭૦૦૦ કરોડનું સોનું અને ૪૦૦ ટન ચાંદી વેંચાયાનો અંદાજ : વેપારીઓ ખુશખુશાલ

Next

સુરતમાં રસ્તા પર દોડતી એમ્બ્યુલન્સનો શરમજનક વીડિયો વાઇરલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 સપ્તાહ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Firing at Kapil Sharma’s Cafe : કેનેડામાં કપિલ શર્માના કેફેમાં અંધાધૂંધ ગોળીબાર : વિડીયો આવ્યો સામે, 3 દિવસ પહેલા જ કર્યું’તું ઉદ્ઘાટન
45 સેકન્ડ પહેલા
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટલીયા આમને સામને : મોરબીથી ચૂંટણી લડવા આપી ચેલેન્જ, વાંચો શું છે સમગ્ર મામલો
34 મિનિટutes પહેલા
1600 કરોડમાં બનશે ‘રામાયણ’ : ફિલ્મ માટે રણબીર કપૂરે વસૂલી અધધ ફી, જાણો પૂરી સ્ટારકાસ્ટને કેટલી ફી લીધી
1 કલાક પહેલા
શું તમારે પણ શ્રાવણ માસમાં કરવા છે સોમનાથ દાદાના દર્શન? GSRTC દ્વારા ખાસ ટુર પેકેજ શરૂ, દર સોમવારે ઉપડશે વોલ્વો બસ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2247 Posts

Related Posts

ફ્રીમાં આધારકાર્ડ અપડેટ કરવાની તારીખ ફરી લંબાવાઈ : આ તારીખ સુધી કરી શકશો અપડેટ
ગુજરાત
1 વર્ષ પહેલા
ગાઝામા ઇઝરાયલના ભયંકર હવાઈ હુમલા, કેટલાક બાળકો સહિત 25 લોકોના મોત, અનેક ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
દીલ્હીનાં એલજીએ શું કહ્યું કેજરીવાલ વિષે ? વાંચો
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
હિન્દુ અધિકારીઓનું વોટસએપ ગ્રુપ બનાવતા પાણીચું અપાયું
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર