વોર્ડ નં.૧૩માંથી મંદિર-મકાન-ઢોરવાડાનું ડિમોલિશન: સવા કરોડની જમીન ખુલ્લી
ટીપી સ્કીમ નં.૩માં રેલવે પાટાની બાજુમાં જ દબાણો ખડકાઈ ગયા’તા
વરસાદે વિરામ લેતાં જ મહાપાલિકાના બૂલડોઝર ફરી ધણધણાટી બોલાવવા માટે તૈયાર થઈ ગયા છે. મહાપાલિકાની જમીન ઉપર બેરોકટોકપણે ખડકાઈ ગયેલા દબાણો ફરી તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આવું જ એક ડિમોલિશન વોર્ડ નં.૧૩માં કરવામાં આવ્યું હતું જ્યાં મંદિર, મકાન, ઢોરવાડો તોડી પડાયો હતો.
ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વોર્ડ નં.૧૩, ટીપી સ્કીમ નં.૩ (રાજકોટ)ના રેલવે પાટાની લગોલગ ૧૨.૦૦ મીટર પહોળા અને ૧૫૦ રનિંગ મીટર લંબાઈમાં ૨૨ નાના મકાનો, બે નાના મંદિર, ૨૦ ઈન્ડસ્ટ્રીયલ શેડ (પાર્ટલી), પાનમસાલાની એક કેબિન, ઢોર વાડો સહિતનું દબાણ થઈ ગયું હોવાથી તેને તોડી પાડી ૧.૨૫ કરોડની કિંમતની ૨૫૦૦ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.