હાય રે કળિયુગ ! રાજકોટમાં 13 વર્ષની દુષ્કર્મ પીડિત બાળાએ આપ્યો બાળકીને જન્મ
રમવા, ઉછળકૂદ કે નાદાનીયતની ૧૩ વર્ષની ઉંમર માસૂમ જ ગણી શકાય. રાજકોટમાં આવી માસૂમિયત વયમાં ૧૩ વર્ષની બાળાની કૂખે કાકાના સગીર વયના પુત્ર અને તેના મિત્રએ કરેલા કૂકર્મથી બાળકી અવતરતા ભારે ચકચાર મચી છે. ગત મહિને જ સગીરવયના બન્ને આરોપી સામે બાળા પર દૂષ્કર્મ ગુજારવાનો રાજકોટના પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ૩૩ માસના ગર્ભવાળી બાળકીના ગર્ભપાતની હાઈકોર્ટે મંજૂરી આપી હતી અને ગત સપ્તાહથી બાળકી રાજકોટમાં હોસ્પિટલમાં તબીબી પરિક્ષણ હેઠળ હતી. એ દરમિયાન ગઈકાલે બાળાએ સિઝેરિયનથી નવજાત શીશુ બાળકીને જન્મ આપ્યો હતો. ઘોર કળિયુગરૂપ આ ઘટનામાં પોલીસ હવે કાનૂની પ્રક્રિયા સાથે આગળની કાર્યવાહી હાથ ધરશે. હાલ બાળકી પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
હાય રે કળિયુગના ઓછાયારૂપ આ ઘટનાની વિગતો મુજબ ૧૩ વર્ષિય બાળા તેની માતા સાથે ગત માસે પિયરમાં મામાને ત્યાં ગઈ હતી. ત્યાં બાળકીને પેટમાં દુઃખાવો થતો હોવાથી તબીબી પરિક્ષણ કરાવાયું હતું. જેમાં તબીબે બાળકી સગર્ભા હોવાનું અને છ માસથી વધુનો ગર્ભહોવાનું જણાવતા બાળકીની માતા અને પરિવારજનોએ આંચકો અનુભવ્યો હતો. ધો.૬માં અભ્યાસ કરતી બાળકીને માતાએ આવું કેમ બન્યું તે વિશે ફોસલાવીને વાત પૂછતા બાળકીએ વર્ણવેલી વિતકથી પરિવારજનોના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. બાળકીએ વર્ણવેલી વાતમાં તેના જ કાકાના સગીરવયના પુત્ર અને કાકાના પુત્રના સગીર મિત્ર બન્ને મળીને તરૂણી પર મોકો મળે ત્યારે દૂષ્કર્મ કરતાં હતા. બનાવ અંગે બાળકીની માતાએ વતનમાં જ ઝીરો નંબરથી બાળકીના સૌતેલા પિતરાઈ ભાઈ તથા તેના મિત્ર સામે દૂષ્કર્મ, પોક્સો હેઠળ ગુનો નોંધાવ્યો હતો જે ફરિયાદ રાજકોટ આવતાં અહીંના પોલીસ મથકે બન્ને સામે ફરિયાદ નોંધાઈ હતી.
બાળકી સગર્ભા હોવાથી બાળકીની માતા-પરિવારે જાણકારી, સલાહ મુજબ બાળકીને ગર્ભપાત કરાવવા માટે પ્રથમ રાજકોટ બાદ હાઈકોર્ટમાં મંજૂરી માગી હતી. હાઈકોર્ટે ૩૩ માસના ગર્ભવાળી બાળકીના એબોર્શન માટે મંજૂરી આપતા બાળકીને ગત સપ્તાહે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બાળકીને લોહીની ટકાવારી ઓછી જણાતા અન્ય હોસ્પિટલમાં રિફર કરાઈ હતી ત્યાં તબીબી ઓબ્ઝર્વેશનમાં હતી. એ દરમિયાન ગઈકાલે બાળકીએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. જાણવા મળ્યા મુજબ બાળકીને સિઝેરિયન કરાયું હતું. નવજાત બાળકી અને જન્મ દેનાર બન્નેની તબિયત નોર્બલ હોવાનું સ્થાનિક તબીબ સૂત્રોએ જણાવ્યું હતું. બંન્નેને હજુ થોડા દિવસ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. બે સગીર શખસો દ્વારા ગુજારાયેલા દૂષ્કર્મમાં બાળકીનો પિતા કોણ ? તે બાબતે પણ કદાચ હવે પોલીસ કાનૂની કાર્યવાહી કરશે.
હજુ મારી પુત્રી જ બાળકી છે તો એને કેમ સાચવવી ?
માસૂમ પુત્રી પર દિયરના પુત્ર અને તેના મિત્રએ કરેલા કૂકર્મ અને હવે પુત્રીએ પુત્રીને જન્મ આપતા માતા અને તેના પરિવારજનો હચમચી ઉઠ્યા છે. માસૂમ બાળકીની માતાએ વસવસા સાથે એવો વલોપાત વ્યક્ત કર્યો હતો કે હજુ તો મારી પુત્રી જ બાળકી છે તેના કૂખે જન્મેલી આ બાળકીએ કેમ સાચવી શકશે. એ પોતે જ નાસમજ છે. નવજાત બાળકીને રાખવી ન રાખવી એ પરિવાર સાથે મળીને નિર્ણય લેશું.
મહિલાના બીજા લગ્ન, માતા બનેલી પુત્રી આગલા ઘરની
દિયરના સગીર પુત્ર અને તેના મિત્ર સામે પુત્રી પર દૂષ્કર્મ ગુજારવાના આરોપસર ફરિયાદ નોંધાવનાર મહિલાના રાજકોટમાં બીજા લગ્ન થયા હતા. મહિલાને પ્રથમ લગ્નથી પુત્ર, પુત્રી અવતર્યા હતા. બન્નેએ છૂટાછેડા લેતા બાળકીને મહિલાએ રાખી હતી. પુત્રને પતિએ રાખ્યો હતો. ત્યારબાદ મહિલાએ રાજકોટમાં રહેતા વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હતા અને બાળકીને લઈને અહીં આવી બીજા પતિ સાથે રહેતી હતી. બાળકી પર દૂષ્કર્મ ગુજારનાર સૌતેલા પિતરાઈ ભાઈ (વર્તમાન પિતાના નાના ભાઈનો પુત્ર) છે.