લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે છે અને વધુમાં વધુ શિક્ષણ મેળવતા થયા છે. ત્યારે વાત એ છે કે વિદ્યાર્થીઓ જેવુ શિક્ષણ મેળવે છે તેની તેને નોકરી મળે ખરી !! આજે સરકરી નોકરી મેળવવા માટે વિદ્યાર્થીઓ મહેનત કરતાં હોય છે ત્યારે હરિયાણામાં એક ઘટના સામે આવી છે જેમાં સફાઇ કર્મચારીની જગ્યા માટે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટે ફોર્મ ભર્યા છે.
હરિયાણા સ્કિલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશન (HKRN) હેઠળ સફાઈ કર્મચારીની જગ્યાઓ પર ભરતી માટેની અરજીની પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે. આ ભરતી કોન્ટ્રાક્ટ આધારે કરવામાં આવશે. આ ભરતી માટે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોએ અરજી કરી છે. જેમાં એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. આ પોસ્ટ માટે 46 હજારથી વધુ સ્નાતકો અને અનુસ્નાતકોએ ફોર્મ ભર્યા છે.
46 હજારથી વધુ સ્નાતકો અને અનુસ્નાતકોએ અરજી કરી હતી
આ ભરતી માટે 6,000 અનુસ્નાતકો અને 40,000 સ્નાતકોએ અરજી કરી છે. વધુમાં, ધોરણ 12 પાસ ઉમેદવારોની સંખ્યા 1.2 લાખ છે. હરિયાણા સ્કિલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશન (HKRN) હેઠળ 5,000 સ્વચ્છતા કર્મચારીઓની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 15,000 રૂપિયાનો પગાર મળશે. આ પદો માટે પસંદ કરાયેલા ઉમેદવારોને જાહેર સ્થળો, રસ્તાઓ, ઈમારતો અને કચરો સાફ કરવાનું કામ સોંપવામાં આવશે.
લાયકાત શું છે?
ખાસ વાત એ છે કે તેમની નિમણૂક તેમના ગૃહ જિલ્લામાં જ થશે. હરિયાણા સ્કિલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશને આ ભરતીની સૂચના બહાર પાડી હતી, અને ઓનલાઈન અરજી પ્રક્રિયા 6ઠ્ઠી ઓગસ્ટ 2024થી શરૂ થઈ હતી અને 22મી ઓગસ્ટ 2024ના રોજ સમાપ્ત થઈ હતી. આ ભરતી માટે ઉમેદવારોની ઉંમર 18 થી 42 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેઓએ આઠમું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ.
હરિયાણામાં સૌથી વધુ બેરોજગારી દર
વર્ષ 2023માં, સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સી. આંબેડકર) દ્વારા સોમવારે જાહેર કરાયેલા બેરોજગારી દરના આંકડા દર્શાવે છે કે ડિસેમ્બર મહિનામાં હરિયાણામાં સૌથી વધુ બેરોજગારી દર હતી, જે 37.4 ટકા હતો. આ પછી રાજસ્થાનમાં બેરોજગારીનો દર 28.5 ટકા, દિલ્હીમાં 20.8 ટકા, બિહારમાં 19.1 ટકા અને ઝારખંડમાં 18 ટકા હતો.