પુત્રએ આચર્યું સગી જનેતા પર દુષ્કર્મ
હેં ભગવાન? આ બધાને તે જ બનાવ્યા છે?
રાજસ્થાનના બુંદીમાં ધ્રુણાસ્પદ ઘટનાથી સમાજ સ્તબ્ધ
કોલકાતામાં મહિલા તબીબ ઉપરના દુષ્કર્મ અને હત્યાના બનાવની વિરુદ્ધમાં જલદ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે જ દેશના વિવિધ રાજ્યોમાંથી દરરોજ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. એ બધી ઘટનાઓમાં સૌથી વધારે ધૃણાસ્પદ અને આઘાતજનક ઘટના રાજસ્થાનના બુંદી નગરમાં બની છે. ત્યાં 28 વર્ષના હવસખોર પુત્રએ નશાની હાલતમાં પોતાની 52 વર્ષની સગી જનેતા પર દુષ્કર્મ આચરતા સમાજ સ્તબ્ધ થઈ ગયો છે.
માનવતા ને કલંકિત કરતી આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર સગા પુત્રના હવસનો ભોગ બનેલી આ હતભાગી મહિલા એ પુત્ર સાથે પોતાના ભાઈના ઘરે ગઈ હતી. ત્યાંથી બને પરત પગપાળા પરત આવી રહ્યા હતા ત્યારે અવાવરુ સ્થળે પુત્ર એ અચાનક જ માતા પર હુમલો કર્યો હતો. સગા પુત્રની આંખમાં વાસના નીહાળી માતા સ્તબ્ધ બની ગઈ હતી. તેણે પોતાને છોડી દેવા માટે કાકલુદીઓ કરી હતી પરંતુ નરાધમ પુત્ર એ ન કરવાનું કાર્ય કર્યું હતું.
ભોગ બનેલી મહિલાએ ઘરે આવી નાના પુત્ર અને પુત્રીને બનાવની જાણ કર્યા બાદ બધા પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા અને જનેતાએ પોતાના સગા પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પુત્રની ધરપકડ કરી હતી. પુત્રએ ગુનો કબૂલી લીધો હતો.
બાર વર્ષની બે બાળકીના અપહરણ કરી 40 દિવસ સુધી સામુહિક દુષ્કર્મ
આ અગાઉ રાજસ્થાનના હનુમાનગઢમાંથી સાતમા અને આઠમા ધોરણમાં અભ્યાસ કરતી બે દલિત બાળાઓનું અપહરણ કરી 40 દિવસ સુધી સામો એક દુષ્કર્મ આચર્યાની ઘટનાએ પણ ભારે ચકચાર મચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મનરેગામાં મજૂરી કરતી શ્રમિક મહિલાની બે બાળકીઓનું અપહરણ કરી
હરિયાણા લઈ જવામાં આવી હતી. છેક 40 દિવસ હરિયાણાના આદમપુરા માંથી પછી બાળકીઓને મુક્ત કરાવવામાં પોલીસને સફળતા મળી હતી.
ઉત્તરાખંડમાં માત્ર ચાર વર્ષની બાળકી શિકાર બની: ત્રણે આરોપી સગીર વયના
ઉત્તરાખંડના ઉધમનગર જિલ્લાના સિતારગંજ ગામમાં શાળાએ ગયેલી ચાર વર્ષની માસુમ બાળકી પણ એ જ શાળામાં ભણતા ત્રણ સગીરોની વાસના નો ભોગ બની હતી. પોલીસે આ ઘટનામાં 9,11 અને 14 વર્ષના ત્રણ સગીરો ની ધરપકડ કરી હતી. ત્રણ આરોપીઓ માંથી એક ‘ ચોક્કસ સમુદાય ‘ નો હોવાને કારણે તંગ દિલી ફેલાતા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.