રસુલપરામાં યુવકનો ફાંસો ખાઈ આપઘાત
શહેરના રસુલપરામાં સરકારી શાળાની પાસે શેરી નં.૨ માં રહેતા પ્રદીપભાઈ વાલજીભાઈ જાદવ (ઉં.વ.૩૦) નામના યુવકે પોતે પોતાના ઘરે હતો ત્યારે અગમ્ય કારણસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.બનાવની જાણ તાલુકા પોલીસમાં થતાં હેડ કોન્સ્ટેબલ જનકસિંહ સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે.અને આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ કરી કરી છે.