કુવાડવા પાસે ટ્રક ઠોકરે બાઇક ચાલકનું મોત
શાપર વેરાવળ ગામના અને હાલમાં કુવાડવા ગામે શિવધારા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા માહિરભાઈ જીજ્ઞેશભાઈ ધામેલિયા (ઉં.વ.22) નામનો યુવક બાઇક લઇને કુવાડવામાં રાધે હોટેલ પાસે જતો હતો ત્યારે ટ્રકે બાઇકને હડફેટે લેતા ગંભીર ઇજા થતાં યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો,જ્યાં ચાલુ સારવારમાં મોત નિપજયુ હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક ઓફિસના કામથી કુવાડવા ગામ જીઆઇડીસી તરફ બાઈક લઈને જતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી ધોરણસરની તપાસ હાથધરી છે.