જમીનના ખોટા દસ્તાવેજો ઉભા કરવાના કેસમાં આરોપીના જામીન રદ
શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં જમીનના ખોટા દસ્તાવેજો ઉભા કરવા અંગે ગુનો નોંધાયો હતો.જે કેસમાં પોલીસે આરોપી ઈરફાન બેલીમ નામના આરોપીની ધરપકડ કરી હતી. જેલ મુક્ત થવા આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે ફગાવી દીધી હતી.
આ કેસના ફરિયાદી દિલીપ રાઠોડ માધાપર ગામની જમીન બાબુ બાબરીયા નામના શખ્સ પાસેથી ખરીદ કરી દસ્તાવેજ કરતા આરોપીએ તકરાર લીધી હતી કે પોતાની પાસે જમીનનું સાટાખત છે. જે અંગે ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.આરોપીએ જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ મહેશ જોષીએ કરેલી દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને અદાલતે આરોપીને જામીન અરજી ફગાવી દીધી હતી.