દુષ્કર્મ કેસમાં આરોપીને થયેલી આજીવન કેદની સજા હાઇકોર્ટે રદ કરી
વર્ષ ૨૦૨૨માં શીતલ પાર્ક પાસે બાંધકામ સાઈટ પર રહેતી ૧૧ વર્ષની સગીરાને અપહરણ કરી લઈ જઈ આરોપીએ આચર્યું ‘તું દુષ્કર્મ :
ભોગબનનાર તેમજ ફરિયાદી હોસ્ટાઇલ જાહેર થયેલા છતાં રાજકોટ પોક્સો અદાલતે આજીવન કેદની સજા ફટકારી ‘તી
શહેરના શીતલ પાર્ક ચોકડી નજીક આવેલી બાંધકામ સાઈટમાં રહેતી રહેતી ૧૧ વર્ષની સગીરાને આરોપીએ અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચરતાં યુનિવર્સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.જે કેસમાં ભોગ બનનાર તેમજ ફરિયાદી હોસ્ટાઇલ જાહેર કર્યા બાદ
પણ રાજકોટ પૉકસો અદાલતે આરોપીને આજીવન કેદ ફટકારતાં હાઇકોર્ટે આ સજા સસ્પેન્ડ કરી હતી.
આ કેસની હકીકત મુજબ, શહેરની શીતલ પાર્ક ચોકડી નજીક બાંધકામ સાઈટ પર રહેતા ભોગબનનારના ભાઈએ ગત તારીખ ૦૩/૦૬/૨૦૨૪ ના રોજ યુનિવર્સીટી પોલીસ મથકમાં પોતાની ૧૧ વર્ષની બહેનને આરોપીએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચે અપહરણ કરી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચાર્ય હોવાની ફરિયાદ કરતા પોલીસે ગુનો આરોપીની ધરપકડ કરી હતી.તેમજ તપાસમાં સગીરાને ૩ માસનું ગર્ભ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
કેસ ચાલવા પર આવતા અતિ મહત્વના ગણાતા સાહેદ એટલે કે ભોગ બનનાર કોર્ટ સમક્ષ જુબાનીમાં ફરી ગઈ હતી.તેમજ ફરિયાદી પણ બનાવને સમર્થન આપ્યું ન હતું. જેથી બંને હોસ્ટાઇલ જાહેર થયા હતા. તેમ છતાં કોર્ટે આજીવન સજા ફટકારી હતી. આરોપીએ હાઇકોર્ટમાં ચુકાદાને પડકારતી અરજી કરતા વકીલે કરેલી ધારદાર દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને નીચલી કોર્ટે કાયદાની જોગવાઈઓથી વિરુદ્ધ જઈ અને પુરાવાના અવલોકન કરવામાં ગંભીર પ્રકારની ભૂલ કરેલ હોય તેવું અવલોકન કરીને પોક્સોના ગુનામાં થયેલ આજીવનની કેદની સજા સસ્પેન્ડ કરી તાત્કાલિક અસરથી આરોપીને જમીન મુક્ત કરવાનું હુકમ કર્યો હતો.
આરોપી વતી એડવોકેટ જીગ્નેશ એમ સભાડ, રણજીત બી મકવાણા, તેમજ હાઇકોર્ટમાં મેહુલ.એસ.પાડલીયા રોકાયેલા હતા.