Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સૌરાષ્ટ્રને બાદ કરતા બધે મેઘરાજા ભરપૂર વરસ્યા

Tue, July 16 2024

સૌથી વધુ ઉમરપાડામાં 20 ઇંચ : નેત્રંગમાં આઠ ઇંચ : અમદાવાદ, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠામાં પણ ઠેર ઠેર વરસાદ

ગુજરાત ઉપર સક્રિય થયેલી વરસાદની ત્રણ ત્રણ સીસ્ટમને લીધે સોમવારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. સુરત જિલ્લાનાં ઉમરપાડામાં તો આભ ફાટ્યા જેવી સ્થિતિ ઉભી થઇ હતી અને આખા દિવસમાં 20 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આ સિવાય ભરૂચના નેત્રંગમાં પણ આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. વડોદરાનાં વાઘોડિયા અને શિનોર ઉપરાંત ઉત્તર ગુજરાતમાં અરવલ્લીનાં શામળાજી અને ભિલોડામાં ભારે વરસાદ પડ્યો હતો. આજે અમદાવાદમાં પણ મેઘરાજા વરસ્યા હતા. આમ, વરસાદ અંગે કરવામાં આવેલી આગાહી મુજબ જ મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને હજુ આગામી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે હોવાનું જણાવાયુ છે. જો કે, સોમવારે સૌરાષ્ટ્રમાં ગોંડલ, જામકંડોરણા, જોડિયા,ટંકારા અને ભાણવડ, લખતર, ચુડા, લીંબડી, જુનાગઢ, કોડીનાર કલ્યાણપુર જેવા શહેરોમાં અડધાથી લઈને બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બાકી કોઈ સ્થળે નોંધપાત્ર વરસાદ નહી પડતા મેઘરાજાના લીસ્ટમાંથી સૌરાષ્ટ્ર બાકાત થઇ ગયું કે શું તેવું લોકો વિચારી રહ્યા છે.

સુરત જિલ્લામાં ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં સવારના 6થી 8 દરમિયાન ચાર ઈંચ તથા 8થી 10 વાગ્યા દરમિયાન 10 ઈંચ જેટલો વરસાદ વરસતા ઉમરપાડા તથા માંડવી તાલુકાઓના 16 જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. આ પછી પણ અનરાધાર વરસાદ ચાલુ રહ્યો હતો અને ચારેબાજુ પાણી પાણી થઇ ગયું હતું.

આ સિવાય ઓલપાડ તાલુકામાં સવારના 6થી12 વાગ્યા દરમિયાન 3 મી.મી., માંગરોળ તાલુકામાં 17 મી.મી., માંડવીમાં 6, કામરેજમાં 4, બારડોલીમાં 3, મહુવામાં 5, કામરેજમાં 4 તથા સુરત શહેરમાં વરસાદી ઝાપટાઓ પડયા હતા. સાબરકાંઠાનાં હિમતનગરમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.

અતિ ભારે વરસાદના કારણે ઉમરપાડાના ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતૂર બની છે. ગોંડલિયા ગામે વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતા એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદ પડતાં તંત્ર દોડતું થયું છે અને બચાવ કામગિરી પણ શરુ કરાઇ છે.

આજે ગરુડેશ્વર, નાંદોડ, તિલકવાડા, કરજણ, ડભોઇ, સંખેડા, બોડેલી, ડેડીયાપાડા, માંગરોળ, સોનગઢ, નસવાડી, મહેમદાવાદ, નડીયાદ, ચીખલી, ભરૂચ, વાલિયા, ધાનેરા, દહેગામ, માતર, વાગરા, ઝગડિયા, ગોધરા, આનંદ, રાધનપુર, તારાપુર, મહેસાણા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

Tags:

gujaratgujarat newsmonsoonrainsaurashtra

Share Article

Other Articles

Previous

કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકીઓ સામેની મુઠભેડમાં ચાર જવાનો શહીદ

Next

રાજકોટમાં સોનાની લગડી જેવી યુએલસી ફાજલ જમીન વેચી મારવાનું તોસ્તાન કૌભાંડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Dhoni Car Challan: તેજ રફતારમાં ગાડી ચલાવવી M.S ધોનીને પડી ભારે! ટ્રાફિક નિયમ તોડતાં થાલાને ફટકારવામાં આવ્યો દંડ,જાણો શું છે મામલો
14 મિનિટutes પહેલા
અમેરિકન સબમરીનના હુમલામાં ઈરાની યુદ્ધ જહાજ ડૂબ્યું: હિંદ મહાસાગરમાં શ્રીલંકા નજીક જળસમાધિ, 87 નૌસૈનિકોના મોત
43 મિનિટutes પહેલા
અભિનેતા સોનુ સૂદ ફરીવાર બન્યા ‘રિયલ લાઈફ હીરો’: દુબઈમાં યુદ્ધમાં ફસાયેલા લોકો માટે રહેવા-જમવાની કરી મફત વ્યવસ્થા
1 કલાક પહેલા
અભિષેક શર્મા OUT, રિંકુ IN? આજે IND-ENG સતત ત્રીજી વખત સેમિફાઈનલમાં ટકરાશે, વાનખેડેમાં મુકાબલો, જાણો સંભવિત પ્લેઇંગ 11
2 કલાક પહેલા
Categories

નેશનલ

2951 Posts

Related Posts

છોકરીઓની છેડતી કરનારને હવે રોડ પર યમરાજ મળશે, યુપીના સીએમની ચેતવણી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોલકાતાકાંડના આરોપી સંજય રોયનો જેલમાં પોલિગ્રાફી ટેસ્ટ શરૂ
Breaking
2 વર્ષ પહેલા
હિમાચલમાં ભારે વરસાદને પગલે : સોલનમાં 7ના મોત, શિમલામાં 9ના મોત…
નેશનલ
3 વર્ષ પહેલા
હરિયાણામાં બે અપક્ષ ધારાસભ્યો ભાજપમાં જોડાયા, ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરી
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર