Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું: 10 કલાકમાં 10.55 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં પણ 9.72 ઈંચ ખાબક્યો

Fri, July 31 2026

ગુજરાતમાં મેઘરાજાએ અતિશય રૌદ્ર અને તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે (31 જુલાઈ) દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના આંકડા મુજબ, ભરૂચના નેત્રંગમાં માત્ર 10 કલાકમાં 10.55 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

નેત્રંગમાં બે કલાકમાં જ તૂટી પડ્યો 113 મિ.મી. વરસાદ

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં શુક્રવારે દિવસભર મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જ્યાં 24 કલાકમાં કુલ ૨૬૮ મિ.મી. (10.55 ઇંચ) વરસાદ નોંધાયો છે, જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે:

સવારે 06:00 થી 08:00: 21 મિ.મી.

સવારે 08:00 થી 10:00: 70 મિ.મી.

સવારે 10:00 થી બપોરે 12:00: 24 મિ.મી.

બપોરે 12:00 થી 02:00: 40 મિ.મી.

બપોરે 02:00 થી 04:00 (આભ ફાટ્યા જેવી સ્થિતિ): માત્ર 2 કલાકમાં 113 મિ.મી. (લગભગ 4.45 ઇંચ) વરસાદ તૂટી પડ્યો.

આ અતિભારે વરસાદને કારણે નેત્રંગના નીચાણવાળા વિસ્તારો, રસ્તાઓ અને ખેતરો પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા હતા.

ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ (આંકડાકીય માહિતી)

દક્ષિણ અને મધ્ય ગુજરાતના અન્ય તાલુકાઓમાં પણ આકાશી આફત યથાવત રહી છે:

સુરતનું ઉમરપાડા: સવારના 08:00 થી 12:00 ના માત્ર 4 કલાકમાં ભારે પૂર જેવી સ્થિતિ સાથે કુલ 247 મિ.મી. (9.72 ઇંચ) વરસાદ નોંધાયો.

સુરતનો અંબિકા/બારડોલી વિસ્તાર: કુલ 246 મિ.મી. (9.69 ઇંચ) વરસાદ, જેમાં બપોરે 12:00 થી 04:00 દરમિયાન એકસામટો 200 મિ.મી.થી વધુ વરસાદ ખાબક્યો.

ખેડાનું વાસો: સવારે 08:00 થી 10:00 વચ્ચે જ 124 મિ.મી. સાથે કુલ 242 મિ.મી. (9.53 ઇંચ) વરસાદ.

ડાંગનું સુબીર: કુલ 209 મિ.મી. (8.23 ઇંચ) વરસાદ.

ખેડાનું નડિયાદ: કુલ 201 મિ.મી. (7.91 ઇંચ) વરસાદ.

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદના કારણે GPSC અને TAT-HS પરીક્ષાઓ મોકૂફ: નવી તારીખો જાહેર

150થી વધુ તાલુકાઓમાં મેઘમહેર અને તંત્રની ચેતવણી

રાજ્યના આણંદ, નવસારી, તાપી, નર્મદા અને વલસાડ જિલ્લાના અનેક તાલુકાઓમાં 4 થી 7 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

નર્મદાના સાગબારા અને ગરૂડેશ્વરમાં સવારના પ્રથમ બે કલાકમાં જ 118-118 મિ.મી. તીવ્ર વરસાદ પડ્યો હતો.

અતિભારે વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત તથા નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને સતર્ક રહેવા અને સુરક્ષિત સ્થળોએ ખસવા સૂચના આપવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

અતિભારે વરસાદની આગાહીને પગલે રાજકોટની સ્કૂલો અને કોલેજોમાં આવતીકાલે રજા

Next

ગુજરાતમાં ભારે વરસાદના કારણે GPSC અને TAT-HS પરીક્ષાઓ મોકૂફ: નવી તારીખો જાહેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
GCRI અમદાવાદ દ્વારા સમયસર કેન્સર સ્ક્રીનિંગ અને તમાકુ ત્યાગનો મહત્વપૂર્ણ સંદેશ
5 મિનિટutes પહેલા
કીમ નદી ઉફાન પર આવતા ગોડસંબા સહિત અનેક ગામો સંપર્ક વિહોણા: 87 રસ્તા બંધ, તંત્ર એલર્ટ
18 મિનિટutes પહેલા
24 કલાકમાં 255 તાલુકામાં જળબંબાકાર, સુરતના અંબિકામાં આભ ફાટતાં રેકોર્ડબ્રેક 24 ઇંચ વરસાદ
40 મિનિટutes પહેલા
CNGના ભાવમાં સીધો ₹4 નો વધારો, નવો ભાવ રૂ. 94.02 પ્રતિ કિલો પર પહોંચ્યો
55 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3372 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના મહત્વના કાર્યો અધૂરા રહેશે, સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું જરૂરી
ધાર્મિક
2 વર્ષ પહેલા
અગ્નિકાંડમાં આનંદ પટેલ-અમિત અરોરા સાફ’
રાજકોટ
2 વર્ષ પહેલા
New Rule: 1 ઓક્ટોબર થી LPG-UPI સહિત આ 5 નિયમો બદલાશે, જાણો તમારા ખિસ્સા પર તેની શું અસર થશે
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
હું ન્હોતો ઈચ્છતો કે મોદી…ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના કાફલાનો રૂટ કેમ બદલ્યો ?? જાણો શું હતું કારણ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર