અતિભારે વરસાદની આગાહીને પગલે રાજકોટની સ્કૂલો અને કોલેજોમાં આવતીકાલે રજા
વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજોમાં ફરજિયાત રજા રાખવા શિક્ષણ વિભાગની સૂચના
રાજકોટ શહેર અને જિલ્લામાં આવતીકાલે વરસાદની આગાહીના પગલે આવતીકાલે શાળા કોલેજો બંધ રહેશે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા દરેક શાળાઓને પરિપત્ર કરી દેવામાં આવ્યો છે જેમાં કલેક્ટર તંત્રની સૂચનાને અનુરૂપ શનિવારે ભારે વરસાદની આગાહીના પગલે વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષાને લઈને આજે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજિયાત રજા રાખવાની રહેશે. જે અંગેનો પરિપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાના આચાર્યો તેમજ સંચાલકોને કરવામાં આવ્યો છે .સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓએ ફરજિયાત કાર્ય સંપૂર્ણ રીતે બંધ રાખવા માટેની સૂચના આપી છે
આ રજા દરમિયાન શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ હેડકવાર્ટર છોડી શકશે નહીં જો જરૂર પડે સ્થાનિક તંત્રની મદદે જોડાશે. શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી વિદ્યાર્થીઓની સાથે શાળાના કર્મચારીઓ માટે રજા રહેશે.
