નર્મદા ડેમની જળસપાટી વધી 126.79 મીટરે પહોંચી
ગુજરાત માટે રાહતના સમાચાર! ચોમાસાની સારી એન્ટ્રી બાદ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સત વધી રહી છે. ઉપરવાસ મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડતા ડેમમાં 16,755 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. હાલ ડેમ 57% ભરાયો છે અને સપાટી 126.79 મીટરે પહોંચી છે. પાણીની આવક વધતા CHPH પાવરહાઉસના 3 યુનિટ પણ શરૂ કરાયા છે, જેનાથી સિંચાઈ, પીવાનું પાણી અને વીજ ઉત્પાદન ત્રણેયમાં રાજ્યને ફાયદો થશે.
ઉપરવાસના ડેમોમાંથી પાણી છોડાતા નર્મદામાં આવક વધી
મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમના પાવર હાઉસ શરૂ કરાતા નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. તેનો સીધો લાભ ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમને મળ્યો છે. હાલ ડેમમાં પ્રતિ સેકન્ડ 16,755 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની સત આવકને કારણે ડેમની સપાટી 126.79 મીટરે પહોંચી ગઈ છે. ડેમની કુલ ક્ષમતાના 57% એટલે કે 3,324 MCM લાઈવ સ્ટોરેજ પાણી હાલ ઉપલબ્ધ છે. ડેમ સંચાલન તંત્ર દ્વારા પાણીની આવક પર સત નજર રાખવામાં આવી રહી છે.
ખેડૂતો અને પીવાના પાણી માટે રાહત
ડેમમાં પાણીનો જથ્થો વધતા ગુજરાતની સિંચાઈ યોજના માટે મેઈન કેનલમાં હાલ 16,223 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આનાથી રાજ્યના અનેક જિલ્લાના ખેડૂતોને ખરીફ પાકની સિંચાઈ માટે મદ મળશે. સાથે જ અમદાવાદ, રાજકોટ સહિતના શહેરો અને ગામડાઓને પીવાના પાણીની પુરવઠો પણ સુરક્ષિત બનશે. ચોમાસા દરમિયાન ઉપરવાસમાં વધુ વરસાદની શક્યતા હોવાથી ડેમની સપાટી હજુ વધે તેવી આશા છે.
વીજ ઉત્પાદન પણ તેજ
પાણીની ઉપલબ્ધતા વધતા નર્મદા ડેમના કેનાલ હેડ પાવરહાઉસ CHPHના 3 યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. પાણીની સાથે વીજ ઉત્પાદન પણ વધતા રાજ્યની વીજ માંગ સંતોષવામાં મદ મળશે. નિષ્ણાતોના મતે ચોમાસાની આ સિઝનમાં નર્મદા ડેમ ગુજરાતની જળ સુરક્ષાનો સૌથી મોટો આધાર બની રહેશે.
સરદાર સરોવરની વધતી જળસપાટી ગુજરાત માટે શુભ સંકેત છે. સિંચાઈ, પીવાનું પાણી અને વીજળી – ત્રણેય ક્ષેત્રે રાજ્યને આગામી દિવસોમાં વધુ રાહત મળશે તેવી શક્યતા છે.
