સલમાન ખાનની અરજી પર સુનાવણી મુલતવી
પોતાની જીવનકથા અને જાહેર છબીનો બિનઅધિકૃત ઉપયોગ થતો હોવાની દિલ્હી હાઇકોર્ટમાં કરી હતી અરજી: કાલા હિરણ ફિલ્મ પર પ્રતિબંધની માંગ: આગામી સુનાવણી ૧ જુલાઇએ
બોલિવૂડ અભિનેતા સલમાન ખાને તેમની જીવનકથા અને જાહેર છબીનો બિનઅધિકૃત ઉપયોગ થતો હોવાનો આક્ષેપ કરી ફિલ્મ “કાલા હિરણ: ધ બેટલ ફોર લેગસી”ની રિલીઝ, પ્રમોશન અને શૂટિગ પર રોક લગાવવાની માંગ સાથે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. શુક્રવારે થયેલી સુનાવણી દરમિયાન ફિલ્મ નિર્માતાઓના વકીલે જવાબ રજૂ કરવા માટે વધુ સમય માંગતા કોર્ટે કેસની સુનાવણી ૧ જુલાઈ સુધી મુલતવી રાખી હતી.
આ પણ વાંચો: પાવાગઢમાં પથ્થર ખાબકતા 2 યાત્રિકોના મોત: અનેક ઘાયલ
સલમાન ખાનના વકીલ સંદીપ સેઠીએ દલીલ કરી હતી કે ફિલ્મ નર્િમાતાઓ અભિનેતાની મજૂરી વિના તેમના જીવન અને વ્યક્તિત્વનો વ્યાવસાયિક લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કોર્ટને જણાવ્યુ કે ફિલ્મનો ટીઝર પહેલેથી જ જાહેર થઈ ચૂક્યો છે અને તેના કારણે સલમાનના પર્સનાલિટી રાઈટ્સનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
આ અગાઉ હાઈકોર્ટે ફિલ્મના નિર્માતા અમિત જાની સહિત અન્ય પક્ષકારોને નોટિસ પાઠવી જવાબ માંગ્યો હતો. સલમાનનું કહેવું છે કે ફિલ્મના પોસ્ટર અને પ્રમોશનલ સામગ્રીમાં તેમની ઓળખ અને છબીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે તેમની પ્રતિષ્ઠા અને કાનૂની હકોને નુકસાન પહોંચાડી શકે છે.
