“દર અઠવાડિયે નવી ગર્લફ્રેન્ડ?”: ફરાહ ખાને અક્ષય કુમારના જૂના દિવસો યાદ કરાવ્યા
ભૂત બંગલાના પ્રમોશન દરમિયાન બન્નેની મસ્તીભરી વાતચીત ચર્ચામાં
બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર અને ફિલ્મમેકર-કોરિયોગ્રાફર ફરાહ ખાન વચ્ચેની જૂની મિત્રતા ફરી એકવાર ચર્ચામા આવી છે. ફિલ્મ “ભૂત બંગલા”ના પ્રમોશન દરમિયાન બંનેએ પોતાના સંઘર્ષના દિવસોના અનેક રસપ્રદ કિસ્સા શેર કર્યા હતા.
વાતચીત દરમિયાન અક્ષયે જણાવ્યુ કે તેઓ ફરાહને તે સમયથી ઓળખે છે જ્યારે તે નાનાં ડાન્સ સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી. અક્ષયે મજાકમાં કહ્યુ કે ફરાહ હજારો રૂપિયાના ઇનામ માટે સ્પર્ધાઓમાં ઉતરતી હતી, જ્યારે ફરાહે હસતાં જણાવ્યુ કે ત્યારે માત્ર હજાર રૂપિયા જેટલું ઇનામ મળતું હતુ.
આ પણ વાંચો: સલમાન ખાનની અરજી પર સુનાવણી મુલતવી રખાઇ
આ દરમિયાન ફરાહ ખાને અક્ષયની જૂની ડેટિગ લાઈફ પર પણ રમૂજી ટિપ્પણી કરી હતી. તેમણે મજાકમાં કહ્યુ કે અક્ષય દર અઠવાડિયે નવી ગર્લફ્રેન્ડ સાથે દેખાતા હતા, જેને સાંભળીને સૌ ખડખડાટ હસી પડ્યા હતા.
ફરાહે તીસ માર ખાન ફિલ્મના શૂટિગના દિવસો પણ યાદ કર્યા અને જણાવ્યુ કે અક્ષય રોજ હેલિકોપ્ટર મારફતે શૂટિગ સ્થળેથી ઘરે જતા અને બીજા દિવસે સમયસર સેટ પર પહોંચી જતા. તેમણે અક્ષયની સમયપાલનની પ્રશંસા કરતાં કહ્યુ કે તેમણે પહેલીવાર કોઈ અભિનેતાને હેલિકોપ્ટરને ટેક્સીની જેમ ઉપયોગ કરતા જોયા હતા.
