Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

હોકર્સ ઝોનથી ડેપ્યુટી મેયરના આવાસ સુધી… રાજકોટ જનરલ બોર્ડમાં અનેક મુદ્દે ચર્ચા, હેમાંગ વસાવડાના આક્ષેપો પર મેયરે આપી શુભકામના

Sat, September 19 2026

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક મળી હતી. બેઠકમાં શહેરના વિકાસ કાર્યો, ટ્રાફિક, દબાણ, હોકર્સ ઝોન સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવેલા આશરે 25 જેટલા પ્રશ્નોના તંત્ર દ્વારા સવિસ્તાર જવાબ આપવામાં આવ્યા હતા. લગભગ 10 જેટલા કોર્પોરેટરોએ અલગ-અલગ મુદ્દાઓ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા.

હોકર્સ ઝોન પોલિસીનો અમલ થશે

આ અંગે માંહિતી આપતા મેયર ડો.નેહલ શુક્લે જણાવ્યું હતું કે જનરલ બોર્ડની બેઠકમાં રાજકોટ માટેની માર્કેટ અને હોકર્સ ઝોન પોલિસીનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો. શહેરના કેટલાક નિર્ધારિત રોડ પર લારી-ગલ્લા અને ફેરિયાઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો સામે હવે કાર્યવાહી કરવામાં આવશે. મેયર નેહલ શુક્લાએ જણાવ્યું હતું કે જે રોડને દબાણ અને ટ્રાફિકની સમસ્યાના દૃષ્ટિકોણથી નિર્ધારિત કરવામાં આવ્યા છે, ત્યાં લારી-ગલ્લાવાળાઓને ઊભા રહેવા દેવામાં નહીં આવે.

જોકે, આ કાર્યવાહી દરમિયાન લારી-ગલ્લા અને ફેરિયાઓના રોજગારનું પણ ધ્યાન રાખવામાં આવશે. મેયરે જણાવ્યું હતું કે ઘણા લોકો લારી-ગલ્લા અથવા ફેરિયાનો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેથી માનવીય અભિગમ સાથે કોર્પોરેશનના ટીપી પ્લોટમાં આવા વેપારીઓ માટે જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી નિર્ધારિત રોડ પરથી દબાણ દૂર કર્યા બાદ તેઓ ફાળવવામાં આવેલી જગ્યાએ પોતાનો નાનો વ્યવસાય કરી શકે.

દબાણ અને દેશી દારૂના મુદ્દે કાર્યવાહીની ખાતરી

બેઠક દરમિયાન દબાણના મુદ્દે કોર્પોરેટર કિશનભાઈ ટીલવાએ પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કેટલાક વિસ્તારોમાં દેશી દારૂ બનતો હોવાના આક્ષેપો અંગે પણ કાર્યવાહી અંગે પ્રશ્ન કર્યો હતો. આ અંગે મેયરે જણાવ્યું હતું કે જનરલ બોર્ડમાં કોર્પોરેટરો દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોને તંત્ર ગંભીરતાથી લે છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. તેમની પાસે દબાણ અથવા ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે જે પણ માહિતી હોય તેની યાદી મ્યુનિસિપલ કમિશનરને આપવા સૂચના આપી હતી. આ માહિતી મળ્યા બાદ કમિશનર દ્વારા તેના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે તેમ મેયરે જણાવ્યું હતું.

ડેપ્યુટી મેયરના આવાસ વિવાદ મામલે સ્પષ્ટતા

બીજી તરફ ડેપ્યુટી મેયરના આવાસને લઈને ચાલી રહેલા વિવાદ અંગે પણ મેયર નેહલ શુક્લાએ નિવેદન આપ્યું હતું. મેયરે જણાવ્યું હતું કે ડેપ્યુટી મેયરના આવાસનો મુદ્દો ખૂબ જૂનો છે. ડેપ્યુટી મેયરે અગાઉ જ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર મામલે પોતાની તરફથી સ્પષ્ટતા કરી દીધી છે.

મેયરના જણાવ્યા પ્રમાણે, ડેપ્યુટી મેયરે આવાસ મેળવવા માટે ક્યારેય પોતે અરજી કરી નહોતી. કોર્પોરેશન દ્વારા જે પ્લોટ ખાલી કરાવવામાં આવ્યો હતો, ત્યાં ડેપ્યુટી મેયરની એક દુકાન હતી. પ્લોટ ખાલી કરાવવામાં આવ્યા બાદ દુકાનના બદલામાં દુકાન ફાળવવાને બદલે આવાસ ફાળવવામાં આવ્યું હોવાની માહિતી મેયરે આપી હતી. અર્થાત્, મેયરના જણાવ્યા મુજબ આ આવાસ ડેપ્યુટી મેયર દ્વારા માંગવામાં આવ્યું ન હતું, પરંતુ કોર્પોરેશન દ્વારા ખાલી કરાવવામાં આવેલી દુકાનના બદલામાં આવાસ ફાળવવામાં આવ્યું હતું.

મટકી ફોડ કાર્યક્રમના ખર્ચ અંગે હેમાંગ વસાવડાના આક્ષેપ

આ ઉપરાંત રાજકોટમાં યોજાયેલા મટકી ફોડ કાર્યક્રમના ખર્ચને લઈને કોંગ્રેસ નેતા ડો. હેમાંગ વસાવડાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. હેમાંગ વસાવડાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્રમના ખર્ચ અંગે સવાલ ઉઠાવી આશરે 20થી 30 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ તરફથી આ મામલે મેયર પાસે સ્પષ્ટતા પણ માંગવામાં આવી હતી. હેમાંગ વસાવડાના આક્ષેપો અંગે મેયર નેહલ શુક્લાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “હેમાંગભાઈ આવી પ્રેસ કોન્ફરન્સ કરતા રહેતા હોય છે, એમને શુભકામનાઓ.”

આ રીતે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં એક તરફ શહેરના ટ્રાફિક અને દબાણની સમસ્યા, હોકર્સ ઝોન અને નાના વેપારીઓ માટેની વ્યવસ્થા અંગે ચર્ચા થઈ હતી, જ્યારે બીજી તરફ ડેપ્યુટી મેયરના આવાસનો વિવાદ અને મટકી ફોડ કાર્યક્રમના ખર્ચ અંગેના આક્ષેપો પણ ચર્ચામાં રહ્યા હતા.

Tags:

DeputyMayorHouseGeneralBoardHemangVasavadaKishanTilvaMatkiFodMayorNehalShuklaRajkotNewsRajkotPoliticsRajkotRMCRMCNewsTPPlotvodvoiceofday

Share Article

Other Articles

Next

પ્રેમ છે પણ કહેવું નથી, પાર્ટનર છે પણ બતાવવો નથી… બસ આ જ છે Gen-Z નો રિલેશનશિપમાં નવો ટ્રેન્ડ “સોફ્ટ લોન્ચ”

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
હોકર્સ ઝોનથી ડેપ્યુટી મેયરના આવાસ સુધી… રાજકોટ જનરલ બોર્ડમાં અનેક મુદ્દે ચર્ચા, હેમાંગ વસાવડાના આક્ષેપો પર મેયરે આપી શુભકામના
2 મિનિટutes પહેલા
પ્રેમ છે પણ કહેવું નથી, પાર્ટનર છે પણ બતાવવો નથી… બસ આ જ છે Gen-Z નો રિલેશનશિપમાં નવો ટ્રેન્ડ “સોફ્ટ લોન્ચ”
21 કલાક પહેલા
‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ હવે દીદીની પાર્ટીનું નવું નામ : ફૂટબોલ ચુંટણી ચિહ્ન
1 દિવસ પહેલા
ફોનના અપગ્રેડ કરતાં બદલાવ માટે આગળ આવો… iPhone 18 Proની ખરીદીની પડાપડી વચ્ચે સોનુ સુદની પોસ્ટ વાયરલ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3621 Posts

Related Posts

GSEB ધો.૧૦નું પરિણામ જાહેર : જાણો ક્યા જીલ્લામાં સૌથી વધુ અને ક્યા જીલ્લામાં સૌથી ઓછુ પરિણામ
ગુજરાત
2 વર્ષ પહેલા
હવે જય શાહની ICCના સરતાજ બનવાની તૈયારી
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
1997 બાદ પહેલીવાર લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે ભારતના નવા આર્મી ચીફ
Breaking
3 મહિના પહેલા
જજના બંગલામાં આગની ઘટનામાં નવો ભેદી વણાંક : રોકડ મળવા મામલે ફાયર ચીફે કઇંક આવુ નિવેદન આપતા મામલો ગૂંચવાયો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર