રાજકોટમાં આઝાદી પૂર્વેની જે વિરાસત સચવાયેલી છે તેમાં એક આ કૈસર-એ-હિન્દ પુલ પણ છે પરંતુ આ પુલ અને આસપાસના વિસ્તારની હાલત ખુબ જ ખરાબ છે. આ તસવીર જ જોઈ લ્યો..હોસ્પિટલ ચોકથી પારેવડી ચોક તરફ જઈએ ત્યારે પુલ પૂરો થાય કે તુરંત આવા ખાડા વાહનચાલકોનું સ્વાગત કરે છે. મહાપાલિકાએ ચોમાસામાં પડેલા ખાડા બુરવાનું શરુ કર્યું છે અને મોટા મોટા દાવા પણ કર્યા છે પણ જમીની હકીકત કાંઇક જુદી હોવાનું લાગી રહ્યુ છે. શાસકો મોટા મોટા વિકાસના દાવા કરે છે પણ રાજકોટવાસીઓને આવી સમસ્યા પહેલા ઉકેલાય તેમાં રસ છે